Gir Somnath: ઉનાના નલિયા માંડવી ગામેથી શંકાસ્પદ ખાદ્ય તેલના 400 ડબ્બાઓ જપ્ત

ગીર સોમનાથ જિલ્લાના નલિયા માંડવી ગામના રહેણાંકીય મકાનમાંથી તેલનો જથ્થો ઝડપાયો છે. નવાબંદર મરીન પોલીસે શંકાસ્પદ હાલતમાં તેલનો જથ્થો ઝડપી પાડ્યો છે. નવાબંદર મરીન પોલીસના સંદીપ ઝણકાટ અને પી. પી. બાંભણિયાને બાતમી મળી હતી. બાતમી આધારે પોલીસ સબ. ઇન્સ. વી. કે. ઝાલા સહિતના સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવી. ઘટના સ્થળ પરથી 400 જેટલા શંકાસ્પદ હાલતમાં તેલ ભરેલ ડબ્બાઓ મળી આવ્યા. દેલવાડાના હરેશ પ્રોવિઝનના માલિક નરેન્દ્ર કોટક રહે.ઉનાનો જથ્થો હોવાનું બહાર આવ્યું. છેલ્લા ચાર દિવસથી ઉના તાલુકામાં ડુપ્લીકેટ તેલનો શંકાસ્પદ જથ્થો મળી આવે છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી નવાબંદર મરીન પોલીસે કરતા તંત્ર પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસ દ્વારા ઉના મામલતદારને જાણ કરાતા હજુ સુધી ઘટના સ્થળે આવેલ નથી. 31 લાખના શંકાસ્પદ ખાદ્ય તેલના ડબ્બા જપ્ત કરાયા હતા ઉનામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ખાદ્ય તેલની કંપની ઝડપાય હતી. ઉનામાં દેલવાડા રોડ પર આવેલ એક તેલના ગોડાઉન પરના કલેક્ટર તેમજ મામલતદાર દ્વારા જિલ્લા કલેક્ટરની સીધી દેખરેખ હેઠળ એક મકાનમાં દરોડા પાડી અંદાજે રૂ. 31 લાખના શંકાસ્પદ ખાદ્ય તેલના ડબ્બા મુદ્દામાલ જપ્ત કરી ગોડાઉન સિલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથના કલેક્ટરને બાતમી મળી હતી ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને બાતમી મળી હતી કે ઉના દેલવાડા રોડ પર ભવાની મિલ નામની તેલની કંપની આવેલી જેમાં મોટા પ્રમાણમાં ભેલસેળ તેલમાં કરી લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. કલેક્ટરને બાતમી મળતા તત્કાળ ઉના એસ ડી એમ અને ટીમને જાણ કરી સ્થળ પર રવાના કરી તેલની મિલ પર દરોડો પાડ્યો હતો. તંત્રની ટીમે ભવાની ઓઇલ મીલનો નજારો જોતા જ ચોકી હતી કારણ કે અહીં અલગ અલગ મોટી બ્રાન્ડના કપાસિયા તેલ અને અન્ય તેના ડબ્બાઓ અને લેબલો મળી આવ્યા હતા. વધુ તપાસ હાથ ધરતા ભેળસેળ યુક્ત તેલ મળી આવ્યું હતું. જે આશરે રૂ.31 લાખ રૂપિયાની કિંમતનું છે. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના જણાવ્યા મુજબ પામ ઓઇલ અને અલગ-અલગ અન્ય વસ્તુઓને મિક્સ કરવામાં આવતી અને તેલના ડબ્બા પર બ્રાન્ડેડ કંપનીનાં સ્ટીકર ચિપકાવી આ તેલને માર્કેટમાં મોટા પ્રમાણમાં વહેંચવામાં આવતું હતું. આરોપી વેપારીની પૂછપરછ કરતા તેમને સ્વીકાર્યું કે તે સસ્તી વસ્તુઓ અને પામ ઓઇલ નાખી મસમોટું વેચાણ કરતો હતો. એટલું જ નહીં કલેક્ટરની ટીમો દ્વારા શોપ અને અન્ય જગ્યા પર ડુપ્લીકેટ તેલ વેચવામાં આવ્યું તે પણ જપ્ત કરવાની કામગીરી હાથ ધરી છે.

Gir Somnath: ઉનાના નલિયા માંડવી ગામેથી શંકાસ્પદ ખાદ્ય તેલના 400 ડબ્બાઓ જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીર સોમનાથ જિલ્લાના નલિયા માંડવી ગામના રહેણાંકીય મકાનમાંથી તેલનો જથ્થો ઝડપાયો છે. નવાબંદર મરીન પોલીસે શંકાસ્પદ હાલતમાં તેલનો જથ્થો ઝડપી પાડ્યો છે. નવાબંદર મરીન પોલીસના સંદીપ ઝણકાટ અને પી. પી. બાંભણિયાને બાતમી મળી હતી. બાતમી આધારે પોલીસ સબ. ઇન્સ. વી. કે. ઝાલા સહિતના સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવી. ઘટના સ્થળ પરથી 400 જેટલા શંકાસ્પદ હાલતમાં તેલ ભરેલ ડબ્બાઓ મળી આવ્યા.

દેલવાડાના હરેશ પ્રોવિઝનના માલિક નરેન્દ્ર કોટક રહે.ઉનાનો જથ્થો હોવાનું બહાર આવ્યું. છેલ્લા ચાર દિવસથી ઉના તાલુકામાં ડુપ્લીકેટ તેલનો શંકાસ્પદ જથ્થો મળી આવે છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી નવાબંદર મરીન પોલીસે કરતા તંત્ર પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસ દ્વારા ઉના મામલતદારને જાણ કરાતા હજુ સુધી ઘટના સ્થળે આવેલ નથી.

31 લાખના શંકાસ્પદ ખાદ્ય તેલના ડબ્બા જપ્ત કરાયા હતા

ઉનામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ખાદ્ય તેલની કંપની ઝડપાય હતી. ઉનામાં દેલવાડા રોડ પર આવેલ એક તેલના ગોડાઉન પરના કલેક્ટર તેમજ મામલતદાર દ્વારા જિલ્લા કલેક્ટરની સીધી દેખરેખ હેઠળ એક મકાનમાં દરોડા પાડી અંદાજે રૂ. 31 લાખના શંકાસ્પદ ખાદ્ય તેલના ડબ્બા મુદ્દામાલ જપ્ત કરી ગોડાઉન સિલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગીર સોમનાથના કલેક્ટરને બાતમી મળી હતી

ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને બાતમી મળી હતી કે ઉના દેલવાડા રોડ પર ભવાની મિલ નામની તેલની કંપની આવેલી જેમાં મોટા પ્રમાણમાં ભેલસેળ તેલમાં કરી લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. કલેક્ટરને બાતમી મળતા તત્કાળ ઉના એસ ડી એમ અને ટીમને જાણ કરી સ્થળ પર રવાના કરી તેલની મિલ પર દરોડો પાડ્યો હતો.

તંત્રની ટીમે ભવાની ઓઇલ મીલનો નજારો જોતા જ ચોકી હતી કારણ કે અહીં અલગ અલગ મોટી બ્રાન્ડના કપાસિયા તેલ અને અન્ય તેના ડબ્બાઓ અને લેબલો મળી આવ્યા હતા. વધુ તપાસ હાથ ધરતા ભેળસેળ યુક્ત તેલ મળી આવ્યું હતું. જે આશરે રૂ.31 લાખ રૂપિયાની કિંમતનું છે.

કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના જણાવ્યા મુજબ પામ ઓઇલ અને અલગ-અલગ અન્ય વસ્તુઓને મિક્સ કરવામાં આવતી અને તેલના ડબ્બા પર બ્રાન્ડેડ કંપનીનાં સ્ટીકર ચિપકાવી આ તેલને માર્કેટમાં મોટા પ્રમાણમાં વહેંચવામાં આવતું હતું. આરોપી વેપારીની પૂછપરછ કરતા તેમને સ્વીકાર્યું કે તે સસ્તી વસ્તુઓ અને પામ ઓઇલ નાખી મસમોટું વેચાણ કરતો હતો. એટલું જ નહીં કલેક્ટરની ટીમો દ્વારા શોપ અને અન્ય જગ્યા પર ડુપ્લીકેટ તેલ વેચવામાં આવ્યું તે પણ જપ્ત કરવાની કામગીરી હાથ ધરી છે.