સુરત પાલિકાના રાંદેર ઝોનમાં વૃક્ષારોપણ નહીં વૃક્ષ કાપવાની સ્પર્ધા, સપ્તાહમાં બીજું મોટું વૃક્ષ કાપી નાખ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat : સુરતને હરિયાળું બનાવવા માટે વિશ્વ પર્યાવરણ દિવસથી વૃક્ષારોપણ અને વિના મુલ્યે રોપા વિતરણ થઈ રહ્યું છે. તો બીજી તરફ પાલિકાના રાંદેર ઝોનમાં પર્યાવરણ માટે ઉપયોગી એવા કદાવર વૃક્ષ થડમાંથી જ કાપી નાખવામાં આવી રહ્યા છે. પાલિકાના રાંદેર ઝોનમાં એક જ અઠવાડિયામાં બીજું મોટું વૃક્ષ કાપી નાખવાની ફરિયાદ થઈ રહી છે. પાલિકા આટલા મોટા વૃક્ષોનું નિકંદન કેમ કાઢી રહી છે તે કારણ જાહેર કરતી નથી. આ ઉપરાંત કાપવામાં આવેલા મોટા વૃક્ષોના લાકડાના પૈસા પાલિકાની તિજોરીમાં જમા થાય છે કે પછી બારોબાર વહીવટ થઈ જાય છે તે અંગે પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.
What's Your Reaction?






