સુરત: ઘરમાં આગ બાદ ગેસ સિલિન્ડરમાં ભયંકર બ્લાસ્ટ, બે જવાન ગંભીર, સ્થાનિકો પણ ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat News: સુરતમાં ગેસ સિલિન્ડરમાં ભયંકર બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. સુરતના પુણા વિસ્તારમાં વિક્રમ સોસાયટીમાં એક રૂમમાં ગેસ લીકેજ બાદ આગ ભભૂકી હતી. સમગ્ર ઘટનાને લઈને ફાયર વિભાગ-પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ આગને કાબૂમાં લેવા જતાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં ફાયર-પોલીસના બે જવાનોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
What's Your Reaction?






