સાયકલિસ્ટ આશા માલવિયાનું અનોખું સાહસ: 7,800 કિમીની યાત્રા દરમિયાન પહોંચ્યા ગુજરાત, જયપુરથી કિબિથુ સુધીનું લક્ષ્ય

Feb 7, 2026 - 19:00
સાયકલિસ્ટ આશા માલવિયાનું અનોખું સાહસ: 7,800 કિમીની યાત્રા દરમિયાન પહોંચ્યા ગુજરાત, જયપુરથી કિબિથુ સુધીનું લક્ષ્ય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Asha Malviya

Asha Malviya Solo Cycling Journey 2026 : ભારતીય સાયકલિસ્ટ અને પર્વતારોહક આશા માલવિયા હાલ સમગ્ર ભારતમાં એક અનોખી અને ઐતિહાસિક સોલો સાયકલિંગ યાત્રા પર નીકળી છે, ત્યારે 78મા ભારતીય સેના દિવસના અવસરે ‘નારી શક્તિ’ અને ‘દેશભક્તિ’ની હૂંકાર સાથે આશા 7000થી કિલોમીટરની રાષ્ટ્રીય સાયકલિંગ યાત્રા કરી રહી છે. આજે શનિવારે (7 ફેબ્રુઆરી, 2026) પંચમહાલના ગોધરા શહેરમાં પહોંચતા આશાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 

જયપુરથી કર્યો યાત્રાનો પ્રારંભ

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના નટરામ ગામની સાયકલિસ્ટ આશા માલવિયા જયપુર (દક્ષિણ પશ્ચિમી કમાન)થી લઈને અરુણાચલ પ્રદેશના અંજો જિલ્લામાં લોહિત નદીના કિનારે આવેલા ભારતના સૌથી પૂર્વ બિંદુ કિબિથુ સુધીની અંદાજે 7,800 કિલોમીટરની મહત્ત્વાકાંક્ષી રાષ્ટ્રીય સાયકલિંગ યાત્રા પર નીકળી છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0