સાણંદના ડરણ ગામે ખેડૂતોનો હલ્લાબોલ: નોટિસ-વળતર વગર ખેતરોમાં પાઈપલાઈન નાખવા સામે રોષ, પોલીસ કાફલો ખડકાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Farmers Protest In Sanand: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ડરણ ગામે સિંચાઈ વિભાગની કામગીરી સામે ખેડૂતોએ મોરચો માંડ્યો છે. વગર નોટિસે અને કોઈપણ પ્રકારનું વળતર ચૂકવ્યા વિના જ ખેડૂતોના હૃદય સમાન ખેતરોની વચ્ચેથી પાઈપલાઈન નાખવાની તંત્રની મનસ્વી નીતિ સામે અન્નદાતાઓએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. ખેડૂતોના ભારે વિરોધને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ઘટનાસ્થળે પોલીસનો મોટો કાફલો ઉતારી દેવામાં આવતા મામલો વધુ ગરમાયો હતો.
પાણીના નિકાલના આયોજનમાં ખેડૂતો પર 'દમન'નો આક્ષેપ
મળતી માહિતી મુજબ, ચાંગોદર, ચાચારવાડી વાસણા અને ગેલોફ વિસ્તારમાં ભરાતા પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા ડરણ ગામના ખેતરોની વચ્ચેથી લાઈન નાખવાનું આયોજન કરાયું હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

