સાડા પંથકની 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર 60 વર્ષીય વૃદ્ધની ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- સગીરાને ગર્ભ રહી જતાં ભાંડો ફૂટયો : બાળકને જન્મ આપ્યો
- વૃદ્ધે સગીરા પર દુષ્કર્મ આચરી ધમકી આપી હતી : પોલીસે પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
પાટડી : સાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અંદાજે ૧૬ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવનાર વૃદ્ધને પાટડી પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
સાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પરિવાર સાથે રહેતી અંદાજે ૧૬ વર્ષની સગીરા સાથે ગામમાં જ રહેતા ૬૦ વર્ષના વૃદ્ધ શાદુળભાઈ ભગાભાઈ ભરવાડ દ્વારા બળજબરી પુર્વક સગીરા પર અવારનવાર દુષ્કર્મ આચરી આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી આ મામલે સગીરાએ પરિવારજનોને જાણ કરી નહોતી પરંતુ અચાનક સગીરાને પેટમાં દુખાવો થતા પરિવારજનો દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

