શહેરના આંગણે રાજ્યકક્ષાની બેડમિન્ટન ટૂર્ના.નો પ્રારંભઃ 150 ખેલાડીઓ વચ્ચે જંગ

Jun 9, 2025 - 08:00
શહેરના આંગણે રાજ્યકક્ષાની બેડમિન્ટન ટૂર્ના.નો પ્રારંભઃ 150 ખેલાડીઓ વચ્ચે જંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં પ્રથમ દિવસે ક્વોલિફાઈ રાઉન્ડની 37 મેચ રમાઇ 

- ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે મેઈન ડ્રોમાં ભાવનગર ઉપરાંત સુરત,અમદાવાદ,રાજકોટ સહિતના ખેલાડીઓનો પ્રવેશ 

ભાવનગર : ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેડમિન્ટન એસોસિએશનના યજમાન પદે આજથી  શહેરના સિદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે ગુજરાત સ્ટેટ રેન્કિંગ બેડમિન્ટન ટૂર્નામેન્ટનો પ્રારંભ થયો છે. ઉલ્લેખનિય છે કે, રાજ્યકક્ષાની આ ટૂર્નામેન્ટમાં ભાવનગર સહિત રાજ્યભરના અન્ડર-૧૯ સુધીના ૧૫૦ ખેલાડીઓએ ભાગ લીધો છે. 

શહેરના સિદસર રોડ પર આવેલ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આજથી સતત ચાર દિવસ માટે ગુજરાત સ્ટેટ રેન્કિંગ બેડમિન્ટન ટૂર્નામેન્ટનું આયોજન થયું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0