વિશ્વ માતૃભાષા દિવસ: એક જ પાલિકા પણ છ ભાષામાં વિના મુલ્યે પ્રાથમિક શિક્ષણ, સુરત અન્ય માટે પ્રેરણા સ્ત્રોત

Feb 21, 2026 - 16:00
વિશ્વ માતૃભાષા દિવસ: એક જ પાલિકા પણ છ ભાષામાં વિના મુલ્યે પ્રાથમિક શિક્ષણ, સુરત અન્ય માટે પ્રેરણા સ્ત્રોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


આજે 21 ફેબ્રુઆરીનો દિવસ સુરત સહિત ભારત અને સમગ્ર વિશ્વમાં માતૃભાષા દિવસ તરીકે  ઉજવવામાં આવી રહ્યો છે. દરેક પ્રાંત પોતાની માતૃભાષા માટે આ દિવસે ગર્વ લે છે પરંતુ સુરતે માત્ર આ દિવસે માતૃભાષા ગુજરાતી જ નહી પરંતુ બહુભાષી તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી છે. તેનું કારણ એ છે કે, સુરત પાલિકા દ્વારા શાળા ચલાવવામા આવે છે તેમાં માત્ર ગુજરાતી નહીં પરંતુ અન્ય પાંચ ભાષા મળી કુલ છ ભાષામાં માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ વિના મુલ્યે અનેક સુવિધાઓ સાથે અંદાજે બે લાખ જેટલા વિદ્યાર્થીઓને પુરુ પાડે છે. 

વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ પામતા શહેરોમાં સુરતનું પણ સ્થાન છે અને સુરતમાં ધંધા રોજગારીની વિપુલ તક છે તેથી અનેક પ્રાંતમાંથી લોકો આવીને સુરતને કર્મભૂમિ બનાવી છે. સુરતમાં ધંધા રોજગાર માટે આવતા લોકોના બાળકોને તેમની ભાષામાં જ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ગુજરાતી સાથે સાથે હિન્દી, મરાઠી, ઉર્દુ, ઉડિયા ઉપરાંત વિદેશી ભાષા અને આજના યુગમાં વિદ્યાર્થીઓ માટે અનિવાર્ય તેવી અંગ્રેજી ભાષામાં પ્રાથમિક શિક્ષણ આપી રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0