વિદ્યાનગરના લોટેશ્વર તળાવ, મહી નદીમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન

- સાતમાં દિવસે 90 થી વધુ મૂર્તિઓ પધરાવાઇ- 10 તરાપા અને બોટ મૂકાઈ, ફાયર બ્રિગેડ અને પોલીસના જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો આણંદ : આણંદ નગરપાલિકા વિસ્તારમાં સ્થાપના કરાયેલા ગણેશજીની મૂર્તિનું સાતમાં દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું. આણંદ જિલ્લા પ્રસાશન દ્વારા વિસર્જન કુંડ બનાવવાની કામગીરી ન થઈ હોવાથી ભક્તોને વિદ્યાનગર સુધી વિસર્જન માટે જવું પડયું હતું. શુક્રવારે સવારથી જ ભાવિક ભક્તો વિદ્યાનગરના લોટેશ્વર તળાવ અને મહીસાગર નદી ખાતે વિસર્જન માટે ઉમટયાં હતાં. પાલિકા દ્વારા વિસર્જન સ્થળોએ ૧૦ તરાપા અને બોટ મૂકી હતી. તેમજ ફાયરબ્રિગેડ અને પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો હતો.  વિદ્યાનગરના લોટેશ્વર તળાવમાં અને મહીસાગર નદીમાં ૯૦થી વધુ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું. શુક્રવારે સવારથી જ ડીજેના તાલે અબીલ-ગુલાલ સાથે વિસર્જનની શોભાયાત્રા નીકળી હતી. ગણપતિ બાપ્પા મોરયા, અગલે બરસ તું જલદી આના નાદ સાથે શ્રીજીની આરતી ઉતારી ભક્તોએ ભાવભીની વિદાય આપી હતી. 

વિદ્યાનગરના લોટેશ્વર તળાવ, મહી નદીમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- સાતમાં દિવસે 90 થી વધુ મૂર્તિઓ પધરાવાઇ

- 10 તરાપા અને બોટ મૂકાઈ, ફાયર બ્રિગેડ અને પોલીસના જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો 

આણંદ : આણંદ નગરપાલિકા વિસ્તારમાં સ્થાપના કરાયેલા ગણેશજીની મૂર્તિનું સાતમાં દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું. આણંદ જિલ્લા પ્રસાશન દ્વારા વિસર્જન કુંડ બનાવવાની કામગીરી ન થઈ હોવાથી ભક્તોને વિદ્યાનગર સુધી વિસર્જન માટે જવું પડયું હતું. 

શુક્રવારે સવારથી જ ભાવિક ભક્તો વિદ્યાનગરના લોટેશ્વર તળાવ અને મહીસાગર નદી ખાતે વિસર્જન માટે ઉમટયાં હતાં. પાલિકા દ્વારા વિસર્જન સ્થળોએ ૧૦ તરાપા અને બોટ મૂકી હતી. તેમજ ફાયરબ્રિગેડ અને પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો હતો.  વિદ્યાનગરના લોટેશ્વર તળાવમાં અને મહીસાગર નદીમાં ૯૦થી વધુ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું. શુક્રવારે સવારથી જ ડીજેના તાલે અબીલ-ગુલાલ સાથે વિસર્જનની શોભાયાત્રા નીકળી હતી. ગણપતિ બાપ્પા મોરયા, અગલે બરસ તું જલદી આના નાદ સાથે શ્રીજીની આરતી ઉતારી ભક્તોએ ભાવભીની વિદાય આપી હતી.