ભુવડ નજીક હાઇવે પર પુત્રની બાઇક ખાડામાં પટકાતાં માતા પડી જતાં મોત
અંજાર-મુન્દ્રા હાઇવે પરના ખાડાએ વૃદ્ધાનો જીવ લીધો ટ્રક એસો. દ્વારા આ માર્ગ પરના ખાડા પૂરવા કર્યો હતો ચક્કાજામ, નો રોડ નો ટોલ અભિયાન ચાલાવાયું હતું ગાંધીધામ: અંજાર મુન્દ્રા માર્ગ પર ભારે વરસાદ બાદ એટલા હદે ખાડા પડી ગયા છે કે વાહન લઈને પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે. જેના કારણે જ જુદા જુદા ટ્રક એસો. દ્વારા નો રોડ નો ટોલ અભિયાન અંતર્ગત મોખા ટોલનાકા પાસે જ ધારણા કરી ચક્કાજામ કરી મૂકવામાં આવ્યું હતું. આ માર્ગ કેટલા હદે બિસ્માર બન્યો છે તે આ અકસ્માત પરથી જ જોઈ શકાય છે. જેમાં બાઇક પર જતાં માતા પુત્રને અચાનક ખાડો આવી જતાં પાછળ બેઠેલી માતા માર્ગ પર જ પટકાઈ ગયા હતા. જેના કારણે પુત્રની સામે માતાનું મોત થયું હતું. અંજારના મેઘપર કુંભારડીમાં રહેતા ભરતસિંહ શંકરસિંહ જાદવે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીનો પુત્ર કુલદીપસિંહ પોતાની બાઈકથી પોતાની માતા ભક્તિબેનને બાઈક પાછળ બેસાડી અંજારથી મુન્દ્રા જતા હતા. દરમિયાન હાઇવે પર ભુવડ ગામ નજીક સૂર્યા કંપની પાસે હાઇવે રોડ પર પડેલા ખાડામાં બાઈક પડતા બાઈક ચાલકે બાઈકનાં સ્ટેરીંગ પર કાબુ ગુમાવ્યું હતું અને પોતે અને તેમની માતા બાઈક પરથી નીચે પડી ગયા હતા. જેમાં બાઈક પર સવાર ફરિયાદીની પત્નીને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને પ્રાઇવેટ વાહનમાં બેસાડી તાત્કાલિક સારવાર અર્થે અંજારની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જેમાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. જેથી ફરિયાદીએ આ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અંજાર-મુન્દ્રા હાઇવે પરના ખાડાએ વૃદ્ધાનો જીવ લીધો
ટ્રક એસો. દ્વારા આ માર્ગ પરના ખાડા પૂરવા કર્યો હતો ચક્કાજામ, નો રોડ નો ટોલ અભિયાન ચાલાવાયું હતું
ગાંધીધામ: અંજાર મુન્દ્રા માર્ગ પર ભારે વરસાદ બાદ એટલા હદે ખાડા પડી ગયા છે કે વાહન લઈને પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે. જેના કારણે જ જુદા જુદા ટ્રક એસો. દ્વારા નો રોડ નો ટોલ અભિયાન અંતર્ગત મોખા ટોલનાકા પાસે જ ધારણા કરી ચક્કાજામ કરી મૂકવામાં આવ્યું હતું. આ માર્ગ કેટલા હદે બિસ્માર બન્યો છે તે આ અકસ્માત પરથી જ જોઈ શકાય છે. જેમાં બાઇક પર જતાં માતા પુત્રને અચાનક ખાડો આવી જતાં પાછળ બેઠેલી માતા માર્ગ પર જ પટકાઈ ગયા હતા. જેના કારણે પુત્રની સામે માતાનું મોત થયું હતું.
અંજારના મેઘપર કુંભારડીમાં રહેતા ભરતસિંહ શંકરસિંહ જાદવે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીનો પુત્ર કુલદીપસિંહ પોતાની બાઈકથી પોતાની માતા ભક્તિબેનને બાઈક પાછળ બેસાડી અંજારથી મુન્દ્રા જતા હતા. દરમિયાન હાઇવે પર ભુવડ ગામ નજીક સૂર્યા કંપની પાસે હાઇવે રોડ પર પડેલા ખાડામાં બાઈક પડતા બાઈક ચાલકે બાઈકનાં સ્ટેરીંગ પર કાબુ ગુમાવ્યું હતું અને પોતે અને તેમની માતા બાઈક પરથી નીચે પડી ગયા હતા. જેમાં બાઈક પર સવાર ફરિયાદીની પત્નીને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને પ્રાઇવેટ વાહનમાં બેસાડી તાત્કાલિક સારવાર અર્થે અંજારની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જેમાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. જેથી ફરિયાદીએ આ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.