Banaskantha: વાવ-થરાદમાં સરપંચના જ મકાનમાં ચાલતું હતું ગેરકાયદે કામ, સાયબર સેલની કાર્યવાહી
બનાસકાંઠાના વાવ-થરાદમાં સરપંચના જ મકાનમાં ચાલતો હતો ગોરખધંધો. સાયબર સેલે કાર્યવાહી કરતાં સરપંચના મકાનમાં ચાલતા આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો. વાવ-થરાદના દીપાસરમાં ભાડાના મકાનમાં આ કોલ સેન્ટર ચાલતું હતું. સાયબર સેલની બાતમી મળતા કોલ સેન્ટર પર દરોડા પાડ્યા. આ દરોડામાં 16 શખ્સને ઝડપી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો.ભાડાના મકાનમાં પોલીસના દરોડાવાવ-થરાદના દીપાસરમાં ભાડાના મકાનમાં કોલ સેન્ટર ચાલતુ હોવાની ભૂજ સાયબર સેલની બાતમી મળી હતી. બાતમીના આધારે મકાનમાં દરોડા પાડી મુદ્દામાલ જપ્ત કરતાં 16આરોપીને ઝડપી પાડ્યા. સાયબર સેલે દરોડામાં 25 લેપટોપ,30 મોબાઈલ,19 હેડફોન,1 પ્રિન્ટર,5 યુપીએસ, સહિતના મુદામાલ અને આરોપીઓના 20 પર્સનલ મોબાઈલ, ટેબ્લેટ અને રોકડ રકમ સહિત 8,36,900 રૂપિયાનો મુદામાલ કર્યો જપ્ત. કોલ સેન્ટરમાં વિદેશી નાગરિકો સાથે ઠગાઈદરોડા બાદ પોલીસ તપાસમાં સામે આવ્યું કે જ્યાં કોલ સેન્ટર ચાલતું હતું તે મકાન વાવ સરપંચ દિવાળીબેન સોઢાનું છે. સંરપચના મકાનમાં ચાલતા કોલ સેન્ટરમાં વિદેશી નાગરિકો સાથે ઠગાઈ આચરવામાં આવતી હતી. કેટલાક ઠગબાજો 6 મહિનાથી સરપંચનું આ વૈભવી મકાન ભાડે રાખી કોલ સેન્ટરનો ગોરખધંધો કરી રહ્યા હતા. પોલીસે ઝડપી પાડેલ શખ્સની પૂછપરછ કરતાં તેઓ પ્રરપ્રાંતિય હોવાનું જણાવ્યું. આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરનો પર્દાફાશ ભુજ સાયબર સેલે દરોડા પાડી 16ને ઝડપી પાડ્યા લોન આપવાના બહાને વિદેશી નાગરિકો સાથે ઠગાઇ ઠગબાજો 6 મહિનાથી વૈભવી મકાન ભાડે રાખ્યું મકાન વાવ સરપંચ દિવાળી સોઢાનું હોવાનું ખુલ્યુંપરપ્રાંતિયો સોલારની કામગીરી કરતા હોવાનું બહાનું કરી વૈભવી મકાન ભાડે રાખી કોલ સેન્ટર ચલાવતા હતા. પર પ્રાંતીય યુવક-યુવતીઓ કોલ સેન્ટર પરથી લૉન આપવાના બહાને વિદેશી નાગરિકો સાથે ફ્રોડ કરતા હતા. વિદેશી નાગરિકોની બેન્ક ખાતાની માહિતી કઢાવી અલગ-અલગ ચાર્જીસના નામે રૂપિયા પડાવતા હતા. પોલીસે હાથ ધરી તપાસરાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વાવ-થરાદ ચર્ચામાં છે. બનાસકાંઠામાં અત્યારે જિલ્લા વિભાજનને લઈને ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે વાવ-થરાદમાંથી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચાલતું હોવાની ઘટના સામે આવી. પોલીસે સરંપચના મકાનમાં દરોડા પાડી 16 આરોપીઓની અટકાયત કરી એક ફરાર આરોપી સહિત 17 શખ્સો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી. પોલીસ આરોપીઓની અન્ય ગુનાઓમાં સંડોવણી અને વધુ માહિતી મેળવવા માટે પ્રયાસો કરી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠાના વાવ-થરાદમાં સરપંચના જ મકાનમાં ચાલતો હતો ગોરખધંધો. સાયબર સેલે કાર્યવાહી કરતાં સરપંચના મકાનમાં ચાલતા આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો. વાવ-થરાદના દીપાસરમાં ભાડાના મકાનમાં આ કોલ સેન્ટર ચાલતું હતું. સાયબર સેલની બાતમી મળતા કોલ સેન્ટર પર દરોડા પાડ્યા. આ દરોડામાં 16 શખ્સને ઝડપી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો.
ભાડાના મકાનમાં પોલીસના દરોડા
વાવ-થરાદના દીપાસરમાં ભાડાના મકાનમાં કોલ સેન્ટર ચાલતુ હોવાની ભૂજ સાયબર સેલની બાતમી મળી હતી. બાતમીના આધારે મકાનમાં દરોડા પાડી મુદ્દામાલ જપ્ત કરતાં 16આરોપીને ઝડપી પાડ્યા. સાયબર સેલે દરોડામાં 25 લેપટોપ,30 મોબાઈલ,19 હેડફોન,1 પ્રિન્ટર,5 યુપીએસ, સહિતના મુદામાલ અને આરોપીઓના 20 પર્સનલ મોબાઈલ, ટેબ્લેટ અને રોકડ રકમ સહિત 8,36,900 રૂપિયાનો મુદામાલ કર્યો જપ્ત.
કોલ સેન્ટરમાં વિદેશી નાગરિકો સાથે ઠગાઈ
દરોડા બાદ પોલીસ તપાસમાં સામે આવ્યું કે જ્યાં કોલ સેન્ટર ચાલતું હતું તે મકાન વાવ સરપંચ દિવાળીબેન સોઢાનું છે. સંરપચના મકાનમાં ચાલતા કોલ સેન્ટરમાં વિદેશી નાગરિકો સાથે ઠગાઈ આચરવામાં આવતી હતી. કેટલાક ઠગબાજો 6 મહિનાથી સરપંચનું આ વૈભવી મકાન ભાડે રાખી કોલ સેન્ટરનો ગોરખધંધો કરી રહ્યા હતા. પોલીસે ઝડપી પાડેલ શખ્સની પૂછપરછ કરતાં તેઓ પ્રરપ્રાંતિય હોવાનું જણાવ્યું.
- આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરનો પર્દાફાશ
- ભુજ સાયબર સેલે દરોડા પાડી 16ને ઝડપી પાડ્યા
- લોન આપવાના બહાને વિદેશી નાગરિકો સાથે ઠગાઇ
- ઠગબાજો 6 મહિનાથી વૈભવી મકાન ભાડે રાખ્યું
- મકાન વાવ સરપંચ દિવાળી સોઢાનું હોવાનું ખુલ્યું
પરપ્રાંતિયો સોલારની કામગીરી કરતા હોવાનું બહાનું કરી વૈભવી મકાન ભાડે રાખી કોલ સેન્ટર ચલાવતા હતા. પર પ્રાંતીય યુવક-યુવતીઓ કોલ સેન્ટર પરથી લૉન આપવાના બહાને વિદેશી નાગરિકો સાથે ફ્રોડ કરતા હતા. વિદેશી નાગરિકોની બેન્ક ખાતાની માહિતી કઢાવી અલગ-અલગ ચાર્જીસના નામે રૂપિયા પડાવતા હતા.
પોલીસે હાથ ધરી તપાસ
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વાવ-થરાદ ચર્ચામાં છે. બનાસકાંઠામાં અત્યારે જિલ્લા વિભાજનને લઈને ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે વાવ-થરાદમાંથી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચાલતું હોવાની ઘટના સામે આવી. પોલીસે સરંપચના મકાનમાં દરોડા પાડી 16 આરોપીઓની અટકાયત કરી એક ફરાર આરોપી સહિત 17 શખ્સો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી. પોલીસ આરોપીઓની અન્ય ગુનાઓમાં સંડોવણી અને વધુ માહિતી મેળવવા માટે પ્રયાસો કરી રહી છે.