વલસાડમાં બેંકના ગેસ્ટ હાઉસ અને રાખોડિયા તળાવમાં આગ ભભૂકી

Jun 15, 2026 - 03:30
વલસાડમાં બેંકના ગેસ્ટ હાઉસ અને રાખોડિયા તળાવમાં આગ ભભૂકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડના તિથલ રોડ સામે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાનું ૧૬ એકર વિસ્તારમાં ગેસ્ટ હાઉસ આવેલું છે. ગેસ્ટ હાઉસના મકાન સિવાયના વિસ્તારમાં ઝાડી-ઝાંખરા અને ઘાસ ઊગી નીકળ્યાં છે. શનિવારે સાંજે આશરે ૭ વાગ્યે ગેસ્ટ હાઉસ પાસે આવેલા ઝાડી-ઝાંખરા અને ઘાસના જથ્થામાં અચાનક આગ લાગી હતી. ગેસ્ટ હાઉસ પાસે અચાનક આગ લાગતા, સ્થાનિક રહીશોમાં દોડધામ મચી હતી.

ઘટના બાબતની જાણ વલસાડ પાલિકાની ફાયરબ્રિગેડની ટીમને બેંકના મેનેજર જિતેન્દ્રભાઈએ કરી હતી. સ્થળ પર પહોંચેલી વલસાડ પાલિકાની ફાયરબ્રિગેડની ટીમે આશરે દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો.

આગની બીજી ઘટના શહેરના રાખોડિયા તળાવમાં નોંધાઈ હતી. રાત્રે આશરે ૯ વાગ્યે સૂકાભટ થઈ ગયેલા તળાવમાં અચાનક આગ લાગી હતી. તળાવમાં આગ લાગતાં તળાવની પાળ પાસે રહેતા રહીશોના જીવ તાળવે ચોંટયા હતા. ઘટનાની જાણ વલસાડ પાલિકાની ફાયર બ્રિગેડની ટીમને કરાઈ હતી. આથી સ્થળ પર પહોંચેલી ફાયરબ્રિગેડની ટીમે આશરે ૧ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેતાં સ્થાનિક રહીશોમાં રાહતની લાગણી ફેલાઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0