વલસાડ નગરમાં વર્ષ પહેલાં બનાવેલો રોડ પાણીના લીકેજથી ધોવાયો, જનતાને હાલાકી

Jun 8, 2026 - 01:30
વલસાડ નગરમાં વર્ષ પહેલાં બનાવેલો રોડ પાણીના લીકેજથી ધોવાયો, જનતાને હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડ પાલિકા હસ્તકના મહાત્મા ગાંધી લાઇબ્રરીની કંપાઉન્ડ વોલ પાસેથી પસાર થતી પાલિકાની

પાણીની પાઇપલાઇનમાં સર્જાયેલી ખામીના કારણે વહેલી સવારથી પાણી મંદ ગતિથી નીકળતું હોય, મોપેડ અને બાઇકચાલકોને અકસ્માત નડે

તેવી શક્યતા છે.

વલસાડ પાલિકા દ્વારા પાલિકા હસ્તકની શ્રી મહાત્મા ગાંધી લાઇબ્રરીના કંપાઉન્ડ વોલ

પાસેથી પસાર થતા મુખ્ય રસ્તા પર પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી આશરે 1 વર્ષ પહેલાં

પૂર્ણ કરવામાં આવી હતી. જે બાદ ખાડાનું પુરાણ નહિ કરાતા સંદેશમાં અહેવાલો પ્રસિદ્ધ થતા પાલિકા દ્વારા પાઈપલાઈન

નાખવાની કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવી હતી. આ ઉપરાંત પાલિકા દ્વારા રોડનું રિસરફેસિંગ

કામગીરી પણ પૂર્ણ કરી દેવાઈ હતી. છેલ્લા ત્રણ માસથી પાણીની પાઈપલાઈનમાંથી પાણી લીકેજ થવાની સમસ્યા શરૂ થઇ છે. પાણીની પાઈપલાઈન સર્જાતા લીકેજના કારણે

પાણીનો જથ્થો રોડ પર પ્રસરે છે. જેના કારણે રોડ પરથી પસાર થતા મોપેડ અને બાઇકચાલકોના વાહનો સ્લીપ થવાના બનાવો બની

રહ્યા છે. પાલિકાના અણઘડ વહીવટના કારણે નગરજનોમાં ભારે રોષ ફેલાયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0