વરસાદ સાથે ભારે પવનથી માંગરોળ બંદરે લાંગરેલી 8 હોડી ઉંધી પડી ગઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાણી ભરાતાં માંગરોળ- કેશોદ, કામનાથ રોડ પર વાહનવ્યવહાર બંધ : બંદર ઝાપા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી : જનરેટર, ફિશિંગ નેટને પણ નુકસાન
માંગરોળ, : માંગરોળમાં રવિવારે રાતથી ભારે ગાજવીજ સાથે શરૂ થયેલો વરસાદ સોમવારે સવાર સુધી અવિરત વરસતા સાડા આઠ ઈંચ જેટલું પાણી પડયું હતું. ભારે વરસાદને પગલે ગરબીઓ બંધ રાખવાની ફરજ પડી હતી. રાત્રે સુસવાટા મારતા પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા બંદર પર જેટીમાં લાંગરેલી આઠેક હોડીમાં પાણી ભરાતા ઉંધી વળી ગઈ હતી અને મશીન, જનરેટર, ફિશીંગ નેટમાં નુકસાન થયું હતું.દરમ્યાન વરસાદે જોર પકડતાં શહેરમાં તમામ વિસ્તારોમાં ચારે બાજુ પાણી પાણી થઈ ગયું હતું. જુના બસ સ્ટેન્ડ, બંદર ઝાંપા, બહાર કોટ સહિતના વિસ્તારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
What's Your Reaction?






