વરસાદ વચ્ચે સુરતમાં વધુ બે યુવાનનું કરંટ લાગતા મોત

- ભેંસાણમાં કન્ટ્રકશન સાઇટ પર સિવિલ એન્જીનીયર અને ચોકબજારમાં કારખાનામાં યુવાને કરંટ લાગ્યોસુરત :વરસાદના લીધે સુરત શહેરમાં વિવિધ વિસ્તારમાં કરંટ લાગતાના બનાવમાં વધી રહ્યા છે. તેવા સમયે ભેંસાણ ખાતે  સિધ્ધિ વિનાયક કન્ટ્રકશન સાઇડ પર સિવિલ એન્જીનીયર અને ચોકબજારમાં લુમ્સના કારખાનામાં યુવાને ઇલેકટ્રીક કરંટ લાગતા મોતને ભેટયા હતા. સિવિલ અને સ્મીમેરથી મળેલી વિગત મુજબ વરાછા રોડ નિલકંઠ નગરમાં રહેતો ૨૪ વર્ષીય મિતુલકુમાર ભુપતભાઇ વનારા આજે સોમવારે સવારે રાંદેરના ભેસાંણ રોડ સિધ્ધિ વિનાયક કન્ટ્રકશન સાઇટ કામ કરતો હતો. જોકે તે ત્યાં એમ.સી.બી સ્વીચ ચાલુ કરવા જતા કરંટ લાગતા ઢળી પડયો હતો. જેથી તેને સારવાર માટે રાંદેરના રામનગર ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. જયારે મિતુલકુમાર મુળ ભાવનગરમાં તળાજામાં દેવરીયાગામનો વતની હતો. તે સિવિલ એન્જીનીયર તરીકે ફરજ બજાવતો હતો. તેના બે ભાઇ છે. બીજા બનાવમાં ચોકબજારમાં પંડોળમાં સહિયોગ પાવાર લુમ્સખાતામાં રહેતો અને ત્યાં કામ કરતો ૧૯ વર્ષીય કૃષ્ણકુમાર દિનદયાળ ગત રાતે કારખાનામાં કામ કરતો હતો. ત્યારે તેને કરંટ લાગતા બેભાન થઇ જતા સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મુળ ઉતરપ્રદેશના અમેઠીનો વતની હતો.

વરસાદ વચ્ચે સુરતમાં વધુ બે યુવાનનું કરંટ લાગતા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ભેંસાણમાં કન્ટ્રકશન સાઇટ પર સિવિલ એન્જીનીયર અને ચોકબજારમાં કારખાનામાં યુવાને કરંટ લાગ્યો

સુરત :

વરસાદના લીધે સુરત શહેરમાં વિવિધ વિસ્તારમાં કરંટ લાગતાના બનાવમાં વધી રહ્યા છે. તેવા સમયે ભેંસાણ ખાતે  સિધ્ધિ વિનાયક કન્ટ્રકશન સાઇડ પર સિવિલ એન્જીનીયર અને ચોકબજારમાં લુમ્સના કારખાનામાં યુવાને ઇલેકટ્રીક કરંટ લાગતા મોતને ભેટયા હતા.

 સિવિલ અને સ્મીમેરથી મળેલી વિગત મુજબ વરાછા રોડ નિલકંઠ નગરમાં રહેતો ૨૪ વર્ષીય મિતુલકુમાર ભુપતભાઇ વનારા આજે સોમવારે સવારે રાંદેરના ભેસાંણ રોડ સિધ્ધિ વિનાયક કન્ટ્રકશન સાઇટ કામ કરતો હતો. જોકે તે ત્યાં એમ.સી.બી સ્વીચ ચાલુ કરવા જતા કરંટ લાગતા ઢળી પડયો હતો. જેથી તેને સારવાર માટે રાંદેરના રામનગર ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. જયારે મિતુલકુમાર મુળ ભાવનગરમાં તળાજામાં દેવરીયાગામનો વતની હતો. તે સિવિલ એન્જીનીયર તરીકે ફરજ બજાવતો હતો. તેના બે ભાઇ છે. બીજા બનાવમાં ચોકબજારમાં પંડોળમાં સહિયોગ પાવાર લુમ્સખાતામાં રહેતો અને ત્યાં કામ કરતો ૧૯ વર્ષીય કૃષ્ણકુમાર દિનદયાળ ગત રાતે કારખાનામાં કામ કરતો હતો. ત્યારે તેને કરંટ લાગતા બેભાન થઇ જતા સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મુળ ઉતરપ્રદેશના અમેઠીનો વતની હતો.