વઢવાણ 80 ફૂટના રોડ પર ખાડાઓથી વાહનચાલકો અને રહિશો પરેશાન

- રજૂઆતો છતા ઉકેલ ન આવતાં પાલિકાતંત્ર સામે રોષ- બ્રહ્મકુમારી સર્કલથી ભક્તિનંદન સર્કલ સુધીના રસ્તા પર ઠેરઠેર ખાડાઓસુરેન્દ્રનગર : વઢવાણ ૮૦ ફુટ રોડ પર બિસ્માર રસ્તાના કારણે લોકો સહિત વાહનચાલકોને હાલાકી પડી રહી છે જે અંગે જાગૃત નાગરિક દ્વારા  પાલિકા તંત્રને રજુઆત કરી હતી અને કોઈ જ ઉકેલ નહિં આવે તો ઉગર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.વઢવાણ ૮૦ ફુટ રોડ પર આવેલ બ્રહ્માકુમારી સર્કલથી ભક્તિનંદન સર્કલ તરફ જતા રસ્તા પર ઠેરઠેર ખોદકામના કારણે ખાડાઓ પડી જતા આ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો, સ્થાનીક રહિશો તેમજ વેપારીઓને હાલાકી પડી રહી છ. તેમજ રસ્તા પર ખાડા હોવાથી અકસ્માત થવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે છેલ્લા ઘણા સમયથી આ રસ્તા પર ખાડાઓ હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ જ પગલા લેવામાં આવ્યા નથી જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે સ્થાનીક રહિશો સહિત આસપાસના લોકોએ અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં તાજેતરમાં શહેરના નાગરિક કમલેશ કોટેચા દ્વારા સ્થળ પર જઈ વિડિયો બનાવી તેને સોશ્યલ મીડીયામાં વાયરલ કર્યો હતો .અને વાયરલ વિડિયો સાથે પાલિકાના ચીફ ઓફીસર અને પ્રમુખને રજુઆત પણ કરી હતી તેમજ આગામી દિવસોમાં આ અંગે પાલિકા તંત્ર દ્વારા કોઈ જ પગલા ભરવામાં નહિં આવે તો આગામી દિવસોમાં ઢોલ-નગારા અને વિવિધ બેનરો સાથે આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

વઢવાણ 80 ફૂટના રોડ પર ખાડાઓથી વાહનચાલકો અને રહિશો પરેશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- રજૂઆતો છતા ઉકેલ ન આવતાં પાલિકાતંત્ર સામે રોષ

- બ્રહ્મકુમારી સર્કલથી ભક્તિનંદન સર્કલ સુધીના રસ્તા પર ઠેરઠેર ખાડાઓ

સુરેન્દ્રનગર : વઢવાણ ૮૦ ફુટ રોડ પર બિસ્માર રસ્તાના કારણે લોકો સહિત વાહનચાલકોને હાલાકી પડી રહી છે જે અંગે જાગૃત નાગરિક દ્વારા  પાલિકા તંત્રને રજુઆત કરી હતી અને કોઈ જ ઉકેલ નહિં આવે તો ઉગર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

વઢવાણ ૮૦ ફુટ રોડ પર આવેલ બ્રહ્માકુમારી સર્કલથી ભક્તિનંદન સર્કલ તરફ જતા રસ્તા પર ઠેરઠેર ખોદકામના કારણે ખાડાઓ પડી જતા આ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો, સ્થાનીક રહિશો તેમજ વેપારીઓને હાલાકી પડી રહી છ.

 તેમજ રસ્તા પર ખાડા હોવાથી અકસ્માત થવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે છેલ્લા ઘણા સમયથી આ રસ્તા પર ખાડાઓ હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ જ પગલા લેવામાં આવ્યા નથી જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

આ અંગે સ્થાનીક રહિશો સહિત આસપાસના લોકોએ અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં તાજેતરમાં શહેરના નાગરિક કમલેશ કોટેચા દ્વારા સ્થળ પર જઈ વિડિયો બનાવી તેને સોશ્યલ મીડીયામાં વાયરલ કર્યો હતો .

અને વાયરલ વિડિયો સાથે પાલિકાના ચીફ ઓફીસર અને પ્રમુખને રજુઆત પણ કરી હતી તેમજ આગામી દિવસોમાં આ અંગે પાલિકા તંત્ર દ્વારા કોઈ જ પગલા ભરવામાં નહિં આવે તો આગામી દિવસોમાં ઢોલ-નગારા અને વિવિધ બેનરો સાથે આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.