વડોદરામાં એક બાજુ જળસંચય અભિયાન અને બીજી બાજુ તળાવો અડધા ખાલી કરવાની કામગીરી
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભૂગર્ભ જળનું સ્તર ઊંચું આવે તે માટે હાલ 20 કરોડના ખર્ચે વોટર હાર્વેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે, જ્યારે બીજી બાજુ પ્રી-મોન્સૂનની કામગીરીના ભાગરૂપે તળાવો 50% થી વધુ ખાલી કરવાનું કામ પણ ચાલુ કર્યું છે. આ કામગીરી કોર્પોરેશન વિચાર્યા વગર કરી રહી છે, જે બંધ કરી દેવાની રજૂઆત કોર્પોરેશનની બજેટ સભામાં કરવામાં આવી હતી. વડોદરા કોર્પોરેશનના વર્ષ 2025-26 ના બજેટની ચર્ચામાં ભાગ લેતા વિપક્ષના વોર્ડ નંબર એકના સિનિયર મહિલા કોર્પોરેટરએ સવાલ કર્યો હતો કે વિચાર્યા વગરની આ કામગીરી કોની સૂચનાથી થઈ રહી છે ? ઉનાળામાં ત્રાહિમામ ગરમીમાં પશુ પંખીઓ તળાવનું પાણી પીતા હોય છે, અને ગરમીની લીધે તળાવ અડધા એમ પણ સુકાઈ જતા હોય છે, ત્યારે ઉનાળા પહેલા જ તળાવ ખાલી કરી દેવાનું એડવાન્સ પ્લાનિંગ શા માટે હાથ ધરાયું છે તેનો જવાબ માગ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ કામગીરી ઉનાળા પછી પણ થઈ શકી હોત કેમ કે ગુજરાતમાં 20 જૂન પછી ચોમાસુ બેસતું હોય છે. જરૂર પડે તો જૂનમાં પણ આ કામગીરી હાથ ધરવામાં આવી શકી હોત.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભૂગર્ભ જળનું સ્તર ઊંચું આવે તે માટે હાલ 20 કરોડના ખર્ચે વોટર હાર્વેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે, જ્યારે બીજી બાજુ પ્રી-મોન્સૂનની કામગીરીના ભાગરૂપે તળાવો 50% થી વધુ ખાલી કરવાનું કામ પણ ચાલુ કર્યું છે. આ કામગીરી કોર્પોરેશન વિચાર્યા વગર કરી રહી છે, જે બંધ કરી દેવાની રજૂઆત કોર્પોરેશનની બજેટ સભામાં કરવામાં આવી હતી.
વડોદરા કોર્પોરેશનના વર્ષ 2025-26 ના બજેટની ચર્ચામાં ભાગ લેતા વિપક્ષના વોર્ડ નંબર એકના સિનિયર મહિલા કોર્પોરેટરએ સવાલ કર્યો હતો કે વિચાર્યા વગરની આ કામગીરી કોની સૂચનાથી થઈ રહી છે ? ઉનાળામાં ત્રાહિમામ ગરમીમાં પશુ પંખીઓ તળાવનું પાણી પીતા હોય છે, અને ગરમીની લીધે તળાવ અડધા એમ પણ સુકાઈ જતા હોય છે, ત્યારે ઉનાળા પહેલા જ તળાવ ખાલી કરી દેવાનું એડવાન્સ પ્લાનિંગ શા માટે હાથ ધરાયું છે તેનો જવાબ માગ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ કામગીરી ઉનાળા પછી પણ થઈ શકી હોત કેમ કે ગુજરાતમાં 20 જૂન પછી ચોમાસુ બેસતું હોય છે. જરૂર પડે તો જૂનમાં પણ આ કામગીરી હાથ ધરવામાં આવી શકી હોત.