વડોદરાના ગોત્રીમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી ત્રણ વાહનોને અડફેટમાં લેનાર બે યુવકોને ટોળાએ મેથીપાક ચખાડ્યો

May 29, 2025 - 14:30
વડોદરાના ગોત્રીમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી ત્રણ વાહનોને અડફેટમાં લેનાર બે યુવકોને ટોળાએ મેથીપાક ચખાડ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Drink and Drive : વડોદરાના ગોત્રી વિસ્તારમાં આજે સવારે ડ્રીંક એન્ડ ડ્રાઇવનો કિસ્સો બનતા રોસે ભરાયેલા ટોળાએ કારચાલક તેમજ અન્ય એક યુવકને ઝડપી પાડી પોલીસને સોંપ્યા હતા. 

બનાવની પ્રાથમિક માહિતી મુજબ ગોત્રી વીમા દવાખાના તરફના રોડ પર એસબીઆઇ બેન્ક પાસેથી પસાર થતા કાર ચાલકે એક સ્કૂટર સવાર યુવતી અને યુવકને ટક્કર મારતા બંને ફંગોળાયા હતા. ત્યારબાદ લોકોએ ભાગી રહેલા કારચાલકને ઝડપી પાડ્યો હતો. 

કારની ટક્કર એટલી જોરદાર હતી કે આગળનો ભાગ પણ તૂટી ગયો હતો જ્યારે સ્કૂટરને પણ ખાસ્સું એવું નુકસાન થયું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0