વડોદરા ભાજપના નેતાનું પોતાના ફાર્મહાઉસમાં બે રાઉન્ડ ફાયરિંગ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાવલી તા.૨૬ સાવલી તાલુકાના જાલમપુરા ખાંડી ગામે આવેલા એક ફાર્મ હાઉસમાં ડભોઇ તાલુકાની કન્યાને ભગાડી જવાનો વહેમ રાખીને બોલાચાલી થતાં ભાજપના નેતા તેમજ ફાર્મ હાઉસના માલિક સી.કે. પટેલે બે રાઉન્ડ ફાયરિંગ કરતા ડભોઇ તાલુકાના એક યુવાનને ઇજા થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ડભોઇ તાલુકાના એક ગામની કન્યા ઘરેથી ભાગી જવાનો બનાવ બન્યો હતો. ભાદરવા પાસે આવેલા ખાંડી ગામે આવેલ ફાર્મમાં નોકરી કરતો યુવક કન્યાને ભગાડી ગયો હોવાની શંકા રાખી ગઈ કાલે સાંજે કન્યાના સંબંધીઓ ખાંડી ખાતેના ફાર્મ પર પહોંચ્યા હતા અને બોલાચાલી થઈ હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

