વડોદરા-કરજણ રોડ પરના ખાડાઓ બન્યા માથાનો દુખાવો, જાંબુઆ બ્રિજ પર 5 કિ.મીનો જામ

Vadodara News : વડોદરા અને કરજણ હાઇવે વચ્ચે પોર નજીક મોટા ખાડા પડી જતા પાંચ કિ.મી જેટલો ટ્રાફિક જામ થઈ ગયો હતો. વડોદરા નજીક પોર પાસે આવેલા જાંબુઆ બ્રિજ પર ઊંડા ખાડા પડી જતા રાહદારી વાહનોને પસાર થવામાં મારે અડચણ પડી રહી છે. આવા વાહનો ધીમી ગતિએ પસાર થતા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ છે.સામાન્ય દિવસોમાં પણ આ સ્થળે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા હોય છે. જ્યારે વરસાદ અને ખાડાને લીધે આ સમસ્યા વધુ વિકટ બની છે અને વડોદરા થી સુરત તરફ જતા વાહનો અટવાઈ રહ્યા છે. જેને કારણે આજે વહેલી સવારથી ચારથી પાંચ કિલોમીટર સુધીના હાઇવે પર વાહન વ્યવહાર જામ થઈ ગયો હતો, અને પોલીસની દોડધામ વધી ગઈ હતી.

વડોદરા-કરજણ રોડ પરના ખાડાઓ બન્યા માથાનો દુખાવો, જાંબુઆ બ્રિજ પર 5 કિ.મીનો જામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara News : વડોદરા અને કરજણ હાઇવે વચ્ચે પોર નજીક મોટા ખાડા પડી જતા પાંચ કિ.મી જેટલો ટ્રાફિક જામ થઈ ગયો હતો. 

વડોદરા નજીક પોર પાસે આવેલા જાંબુઆ બ્રિજ પર ઊંડા ખાડા પડી જતા રાહદારી વાહનોને પસાર થવામાં મારે અડચણ પડી રહી છે. આવા વાહનો ધીમી ગતિએ પસાર થતા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ છે.

સામાન્ય દિવસોમાં પણ આ સ્થળે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા હોય છે. જ્યારે વરસાદ અને ખાડાને લીધે આ સમસ્યા વધુ વિકટ બની છે અને વડોદરા થી સુરત તરફ જતા વાહનો અટવાઈ રહ્યા છે. જેને કારણે આજે વહેલી સવારથી ચારથી પાંચ કિલોમીટર સુધીના હાઇવે પર વાહન વ્યવહાર જામ થઈ ગયો હતો, અને પોલીસની દોડધામ વધી ગઈ હતી.