લો કર લો બાત! વડોદરા ભાજપ પ્રમુખ દ્વારા નવો અભિગમ : સિંદૂર સન્માન યાત્રા અભિનંદન સમારોહના કાર્યક્રમથી ફરી ભાજપમાં ભાંજગડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadoadra : વડોદરાની મુલાકાતે પ્રધાનમંત્રીનું આગમન થવાનું હોય તે પૂર્વે કાર્યક્રમને સફળ બનાવવા વહીવટી તંત્ર હોય કે ભાજપનું સંગઠન હોય તે પૂર્વ તૈયારી કરવા બેઠકો યોજતી હોય છે તે બાદ કોઈ બેઠક યોજાતી ન હતી. પરંતુ નવા શહેર પ્રમુખે નવી પ્રણાલિકા શરૂ કરી કરી છે અને સિંદૂર સન્માન યાત્રા અભિનંદન સમારોહનું આયોજન કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.
વડોદરા શહેર પ્રમુખ દ્વારા સિંદૂર સન્માન યાત્રા અભિનંદન સમારોહ અંગે જે અપેક્ષિત હતા તેવા વ્યક્તિને મેસેજ મોકલવામાં આવ્યા હતા. જેમાં ખાસ નોંધ મૂકવામાં આવી હતી કે, આ સૂચના આપ પૂરતી છે જેથી કોઈ ગ્રુપમાં કે અન્ય કોઈને ફોરવોર્ડ કરવી નહીં. જેને કારણે વિવાદ સર્જાયો હતો કે પ્રધાનમંત્રી ના કાર્યક્રમ દરમિયાન પ્રદેશના હોદ્દેદારો હોય કે અલગ અલગ મોરચાના આગેવાનો હોય કે પછી વોર્ડના પ્રભારી હોય તેઓએ પણ કાર્યક્રમ સફળ થાય તે માટે કામગીરી કરી છે તેમ છતાં તેઓની બાદબાકી કરી દેવામાં આવી હતી.
What's Your Reaction?






