રામદેવ હોટલ નજીક LPG ટેન્કરમાંથી ગેસ ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું

અમદાવાદ,સોમવારઅમદાવાદ જિલ્લાના વિરમગામ-માલવણ રોડ પર આવેલી એક હોટલ પર ગ્રામ્ય એસઓજીના સ્ટાફે દરોડો પાડીને એલપીજી ગેસની ચોરી કરીને કોમર્શીયલ ગેસ સિલિન્ડરમાં ભરીને બારોબાર વેચાણ કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કરીને ત્રણ ટેન્કર, ૩૬ ગેસ સિલિન્ડર સહિત કુલ ૬૪ લાખના મુદ્દામાલ સાથે  હોટલના માલિક સહિત ચાર શખ્સોની ધરપકડ કરીને  વધુ તપાસ શરૂ કરી છે. ટેન્કરમાંથી ગેસની ચોરી કરવાનું કૌભાંડ રામદેવ હોટલનો માલિક દેવારામ ચૌધરી દ્વારા ચલાવવામાં આવતું હતું.  અત્યાર સુધી તેણે લાખો રૂપિયાની કિંમતના ગેસની ચોરી કર્યાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસના સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના પીઆઇ કે જી ચૌધરી અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે વિરમગામ-માલવણ દોલતપુરા પાટિયા પાસે આવેલી રામદેવ હોટલનો માલિક દેવારામ ચૌધરી બહારથી આવતા એલપીજી ગેસ ટેન્કરને તેની હોટલ પાછળ બોલાવીને ટેન્કરના સીલમાં ચેડા કરીને તેમાંથી ગેરકાયદેસર રીતે કોમર્શીયલ ગેસ સિલિન્ડરમાં ભરીને બારોબાર વેચાણ કરે છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડયો હતો.

રામદેવ હોટલ નજીક LPG ટેન્કરમાંથી ગેસ ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,સોમવાર

અમદાવાદ જિલ્લાના વિરમગામ-માલવણ રોડ પર આવેલી એક હોટલ પર ગ્રામ્ય એસઓજીના સ્ટાફે દરોડો પાડીને એલપીજી ગેસની ચોરી કરીને કોમર્શીયલ ગેસ સિલિન્ડરમાં ભરીને બારોબાર વેચાણ કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કરીને ત્રણ ટેન્કર, ૩૬ ગેસ સિલિન્ડર સહિત કુલ ૬૪ લાખના મુદ્દામાલ સાથે  હોટલના માલિક સહિત ચાર શખ્સોની ધરપકડ કરીને  વધુ તપાસ શરૂ કરી છે. ટેન્કરમાંથી ગેસની ચોરી કરવાનું કૌભાંડ રામદેવ હોટલનો માલિક દેવારામ ચૌધરી દ્વારા ચલાવવામાં આવતું હતું.  અત્યાર સુધી તેણે લાખો રૂપિયાની કિંમતના ગેસની ચોરી કર્યાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસના સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના પીઆઇ કે જી ચૌધરી અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે વિરમગામ-માલવણ દોલતપુરા પાટિયા પાસે આવેલી રામદેવ હોટલનો માલિક દેવારામ ચૌધરી બહારથી આવતા એલપીજી ગેસ ટેન્કરને તેની હોટલ પાછળ બોલાવીને ટેન્કરના સીલમાં ચેડા કરીને તેમાંથી ગેરકાયદેસર રીતે કોમર્શીયલ ગેસ સિલિન્ડરમાં ભરીને બારોબાર વેચાણ કરે છે.

જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડયો હતો.