Business: ડિઝની-રિલાયન્સના ડીલને CCIએ મંજૂરી આપી
8.5 અબજ ડોલરના સોદાની શરતોમાં ફેરફાર કરવો પડશેરિલાયન્સ-ડિઝની ભારતનું સૌથી મોટું મનોરંજન પ્લેટફોર્મ બનવા તરફ અગ્રેસર શરૂઆતમાં સીસીઆઈએ આ ડિઝની અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને નોટિસો મોકલી હતી વોલ્ટ ડિઝની કંપની અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેમના ભારતીય મીડિયા એસેટ્સના 8.5 અબજ ડોલરના વિલીનિકરણ માટે કેટલાક ફેરફારોને આધીન મંજૂરી મેળવી લીધી છે.ક્રિકેટ મેચના પ્રસારણના નિયંત્રણો અંગે ડીલ સામે ચિંતાઓ પેદા થયા બાદ ભારતના એન્ટીટ્રસ્ટ વોચડોગ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) તરફથી આ અંગે પરવાનગી આપવામાં આવી છે. સોની, નેટફ્લિક્સ અને એમેઝોન સાથે 120 ચેનલ્સ અને બે સ્ટ્રીમિંગ સેવાઓને સ્પર્ધા આપવા માટે રિલાયન્સ-ડિઝનીનું લક્ષ્યાંક ભારતનું સૌથી મોટું મનોરંજન પ્લેટફોર્મ બનવાનો છે. ચાલુ મહિનાની શરૂઆતમાં સીસીઆઈએ આ ડિઝની અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને નોટિસો મોકલી હતી. આ નોટિસમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે, આ વિલિનીકરણ બાદ જે કંપની અસ્તિત્વમાં આવશે તેની પાસે ટીવી માટેના મોટાભાગના ક્રિકેટ રાઈટ્સ આવી જશે અને વિજ્ઞાપનદાતાઓનું હિત જોખમાશે. આ બંને કંપનીઓએ સીસીઆઈને રાહતોની ઓફર કરી છે. જેમાં એ ખાતરી પણ સામેલ છે કે, ક્રિકિટ મેચ દરમ્યાન પ્રદર્શિત થનારી જાહેરાતોના ભાવો વધારવામાં નહીં આવે અથવા વ્યાજબી ધોરણે આ દરો વધારવામાં આવશે. એક નિવેદનમાં સીસીઆઈએ જણાવ્યું હતું કે, બંને કંપનીઓ તરફથી સંયુક્ત રીતે કરાયેલી રજૂઆતને સ્વીકારી લેવામાં આવી છે. મર્જર કરાયેલી કંપની એશિયાની સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની રિલાયન્સની બહુમતીની માલિકીની હશે. સીસીઆઈએ રિલાયન્સ અને ડિઝનીને મર્જર સંબંધિત લગભગ 100 પ્રશ્નો ખાનગી રીતે પૂછયા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- 8.5 અબજ ડોલરના સોદાની શરતોમાં ફેરફાર કરવો પડશે
- રિલાયન્સ-ડિઝની ભારતનું સૌથી મોટું મનોરંજન પ્લેટફોર્મ બનવા તરફ અગ્રેસર
- શરૂઆતમાં સીસીઆઈએ આ ડિઝની અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને નોટિસો મોકલી હતી
વોલ્ટ ડિઝની કંપની અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેમના ભારતીય મીડિયા એસેટ્સના 8.5 અબજ ડોલરના વિલીનિકરણ માટે કેટલાક ફેરફારોને આધીન મંજૂરી મેળવી લીધી છે.
ક્રિકેટ મેચના પ્રસારણના નિયંત્રણો અંગે ડીલ સામે ચિંતાઓ પેદા થયા બાદ ભારતના એન્ટીટ્રસ્ટ વોચડોગ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) તરફથી આ અંગે પરવાનગી આપવામાં આવી છે. સોની, નેટફ્લિક્સ અને એમેઝોન સાથે 120 ચેનલ્સ અને બે સ્ટ્રીમિંગ સેવાઓને સ્પર્ધા આપવા માટે રિલાયન્સ-ડિઝનીનું લક્ષ્યાંક ભારતનું સૌથી મોટું મનોરંજન પ્લેટફોર્મ બનવાનો છે.
ચાલુ મહિનાની શરૂઆતમાં સીસીઆઈએ આ ડિઝની અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને નોટિસો મોકલી હતી. આ નોટિસમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે, આ વિલિનીકરણ બાદ જે કંપની અસ્તિત્વમાં આવશે તેની પાસે ટીવી માટેના મોટાભાગના ક્રિકેટ રાઈટ્સ આવી જશે અને વિજ્ઞાપનદાતાઓનું હિત જોખમાશે. આ બંને કંપનીઓએ સીસીઆઈને રાહતોની ઓફર કરી છે. જેમાં એ ખાતરી પણ સામેલ છે કે, ક્રિકિટ મેચ દરમ્યાન પ્રદર્શિત થનારી જાહેરાતોના ભાવો વધારવામાં નહીં આવે અથવા વ્યાજબી ધોરણે આ દરો વધારવામાં આવશે.
એક નિવેદનમાં સીસીઆઈએ જણાવ્યું હતું કે, બંને કંપનીઓ તરફથી સંયુક્ત રીતે કરાયેલી રજૂઆતને સ્વીકારી લેવામાં આવી છે. મર્જર કરાયેલી કંપની એશિયાની સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની રિલાયન્સની બહુમતીની માલિકીની હશે. સીસીઆઈએ રિલાયન્સ અને ડિઝનીને મર્જર સંબંધિત લગભગ 100 પ્રશ્નો ખાનગી રીતે પૂછયા હતા.