Dhandhukaમાં 72 કલાકમાં 10 ઈંચ અને ધોલેરામાં 5ઈંચ વરસાદથી જળબંબોળ
ધંધૂકાનો સુપ્રસિદ્ધ લોકમેળો મુશળધાર વરસાદમાં ધોવાયોબંને તાલુકામાં સતત વરસી રહેલા વરસાદથી જગતનો તાત ખુશ સાર્વત્રિક વરસાદથી નદીઓમાં પુરની ભીતિ ધંધૂકા અને ધોલેરા પંથકમાં પાછલા 72 કલાકથી સતત મેઘરાજા મહેરબાન થઇ વરસી રહયા છે. ધંધૂકામાં અત્યાર સુધીમાં 10 ઇંચ ઉપરાંત તો ધોલેરામાં પણ 5 ઇંચ ઉપરાત વરસાદ વરસી ચુકયો છે. જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાયુ છે. સારા વરસાદથી કપાસ પકવતા ખેડૂતો ખુશી વ્યકત કરી રહયા છે. ધંધૂકા શહેરના સાતમ-આઠમના પ્રસિધ્ધ લોકમેળાને અવિરત વરસાદે સાવ ધોઇ નાંખ્યો છે. બંને પંથકમાં પડી રહેલા અનરાધાર વરસાદ તથા ઉપરવાસમાં પણ વરસી રહેલા વરસાદને કારણે નદીઓમાં પુરની સંભાવના વ્યકત કરાઇ રહી છે. ખાસ કરીને ધોલેરા પંથકમાં ઉપરવાસના વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં જળભરાવની સ્થિતિ પેદા થવાની સંભાવનાઓ સ્થાનિકો વ્યકત કરી રહયા છે. ધંધૂકા શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લાં ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે જળ ભરાવની સ્થિતિ જોવા મળી રહી છે. બજારો સુમસાન છે. તો ધોલેરા પંથકને પણ મેઘરાજા અવિરત રીતે ધમરોળી રહયા છે. પાછલા 72 કલાકમાં 5 ઇંચ ઉપરાંત વરસાદથી સર્વત્ર પાણી પાણી થઇ ગયુ છે. સામાન્ય જનજીવન પણ ખોરંભાયુ છે. ત્યારે ધોેલેરા ભાલ વિસ્તારમાં ઉપરવાસનો વરસાદ પણ વધારે હોઇ ગ્રામ્ય વિસ્તારો સાબરમતી, ભોગાવો, ભાદર, નીલકા, ઉતાવળી નદીઓના પાણીથી જળ ભરાવની સ્થિતિ પેદા થવાની ભીતિ જોવાઇ રહી છે. હાલ બને તાલુકાઆમાં મેઘરાજા મન મુકીને વરસી રહયા છે. વાતાવરણ ઠંડુગાર બન્યુ છે. ધોળકા : ધોળકા તાલુકાના ગાણોલ ગામની સીમમાં મંગળવારે 40થી વધુ લોકો વરસાદી પાણી વચ્ચે ફ્સાયાની જાણ થતાં ધોળકા પાલિકા ફયર વિભાગની ટીમ ચીફ્ ફયર ઓફ્સિર જાવલભાઈ જાડેજાની આગેવાનીમાં તાત્કાલિક ધોરણે ગણોલ ગામે પહોંચી ગઈ હતી. સ્થળ પર પહોંચી તાત્કાલિક પરિસ્થિતિનો તાગ મેળવી આ ફયર ટીમ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. એક બાજુ જોરદાર પાણીનો પ્રવાહ બીજી બાજુ સતત ફ્ૂકાતો પવન અને ચાલુ વરસાદ વચ્ચે રેસ્ક્યુ બોટનું સંતુલન જાળવવું ખૂબ જ મુશ્કેલ હોવા છતાં પણ ફયર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી સાંજના 6 વાગ્યા સુધીમાં તમામ 40 લોકોને સલામત રીતે બચાવીને ગાણોલ પ્રાથમિક શાળા ખાતે લઈ જવાયા હતા. ધીંગડા ગામે દિવાલ ધરાશાયી થતા યુવાનનું મોત બગોદરા : બાવળા તાલુકાના ધીંગડા ગામે વરંડાની દિવાલ વરસાદી માહોલમાં ધરાશાઇ થવા પામી હતી. જેમાં દિવાલ તળે દટાઈ જતા એક 26 વર્ષીય યુવાન મેહુલભાઈનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. એથી પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી હતી. રાણપુર તાલુકામાં મેઘતાંડવથી જનજીવન ખોરવાયું રાણપુર : બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદી માહોલથી પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે. કારણ કે ભારે વરસાદ બાદ માર્ગો અને સીમ વિસ્તારમાં પાણી ફરી વળતા પશુઓ માટે ઘાસચારો લાવવો પણ મુશ્કેલ બન્યું છે. તેમજ પવન સાથેના વરસાદથી ઉભો પાક ભોંય ભેગો થઈ જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ધંધૂકાનો સુપ્રસિદ્ધ લોકમેળો મુશળધાર વરસાદમાં ધોવાયો
- બંને તાલુકામાં સતત વરસી રહેલા વરસાદથી જગતનો તાત ખુશ
- સાર્વત્રિક વરસાદથી નદીઓમાં પુરની ભીતિ
ધંધૂકા અને ધોલેરા પંથકમાં પાછલા 72 કલાકથી સતત મેઘરાજા મહેરબાન થઇ વરસી રહયા છે. ધંધૂકામાં અત્યાર સુધીમાં 10 ઇંચ ઉપરાંત તો ધોલેરામાં પણ 5 ઇંચ ઉપરાત વરસાદ વરસી ચુકયો છે.
જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાયુ છે. સારા વરસાદથી કપાસ પકવતા ખેડૂતો ખુશી વ્યકત કરી રહયા છે. ધંધૂકા શહેરના સાતમ-આઠમના પ્રસિધ્ધ લોકમેળાને અવિરત વરસાદે સાવ ધોઇ નાંખ્યો છે. બંને પંથકમાં પડી રહેલા અનરાધાર વરસાદ તથા ઉપરવાસમાં પણ વરસી રહેલા વરસાદને કારણે નદીઓમાં પુરની સંભાવના વ્યકત કરાઇ રહી છે. ખાસ કરીને ધોલેરા પંથકમાં ઉપરવાસના વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં જળભરાવની સ્થિતિ પેદા થવાની સંભાવનાઓ સ્થાનિકો વ્યકત કરી રહયા છે.
ધંધૂકા શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લાં ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે જળ ભરાવની સ્થિતિ જોવા મળી રહી છે. બજારો સુમસાન છે. તો ધોલેરા પંથકને પણ મેઘરાજા અવિરત રીતે ધમરોળી રહયા છે. પાછલા 72 કલાકમાં 5 ઇંચ ઉપરાંત વરસાદથી સર્વત્ર પાણી પાણી થઇ ગયુ છે. સામાન્ય જનજીવન પણ ખોરંભાયુ છે. ત્યારે ધોેલેરા ભાલ વિસ્તારમાં ઉપરવાસનો વરસાદ પણ વધારે હોઇ ગ્રામ્ય વિસ્તારો સાબરમતી, ભોગાવો, ભાદર, નીલકા, ઉતાવળી નદીઓના પાણીથી જળ ભરાવની સ્થિતિ પેદા થવાની ભીતિ જોવાઇ રહી છે. હાલ બને તાલુકાઆમાં મેઘરાજા મન મુકીને વરસી રહયા છે. વાતાવરણ ઠંડુગાર બન્યુ છે.
ધોળકા : ધોળકા તાલુકાના ગાણોલ ગામની સીમમાં મંગળવારે 40થી વધુ લોકો વરસાદી પાણી વચ્ચે ફ્સાયાની જાણ થતાં ધોળકા પાલિકા ફયર વિભાગની ટીમ ચીફ્ ફયર ઓફ્સિર જાવલભાઈ જાડેજાની આગેવાનીમાં તાત્કાલિક ધોરણે ગણોલ ગામે પહોંચી ગઈ હતી. સ્થળ પર પહોંચી તાત્કાલિક પરિસ્થિતિનો તાગ મેળવી આ ફયર ટીમ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. એક બાજુ જોરદાર પાણીનો પ્રવાહ બીજી બાજુ સતત ફ્ૂકાતો પવન અને ચાલુ વરસાદ વચ્ચે રેસ્ક્યુ બોટનું સંતુલન જાળવવું ખૂબ જ મુશ્કેલ હોવા છતાં પણ ફયર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી સાંજના 6 વાગ્યા સુધીમાં તમામ 40 લોકોને સલામત રીતે બચાવીને ગાણોલ પ્રાથમિક શાળા ખાતે લઈ જવાયા હતા.
ધીંગડા ગામે દિવાલ ધરાશાયી થતા યુવાનનું મોત
બગોદરા : બાવળા તાલુકાના ધીંગડા ગામે વરંડાની દિવાલ વરસાદી માહોલમાં ધરાશાઇ થવા પામી હતી. જેમાં દિવાલ તળે દટાઈ જતા એક 26 વર્ષીય યુવાન મેહુલભાઈનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. એથી પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી હતી.
રાણપુર તાલુકામાં મેઘતાંડવથી જનજીવન ખોરવાયું
રાણપુર : બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદી માહોલથી પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે. કારણ કે ભારે વરસાદ બાદ માર્ગો અને સીમ વિસ્તારમાં પાણી ફરી વળતા પશુઓ માટે ઘાસચારો લાવવો પણ મુશ્કેલ બન્યું છે. તેમજ પવન સાથેના વરસાદથી ઉભો પાક ભોંય ભેગો થઈ જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.