Navsariના બીલીમોરામાં આગનો કેસ, ગોડાઉન માલિક સહિત 4 સામે નોંધાશે પોલીસ ફરિયાદ
નવસારીના બીલીમોરામાં ગઈકાલે આગ લાગી હતી અને આ આગમાં 3 લોકોના મોત થયા હતા,આ સમગ્ર કેસને લઈ પોલીસ દ્રારા તપાસ હાથધરવામાં આવી છે.ગોડાઉનમાં આગ લાગી હતી અને મોત થયા હતા,સાથે સાથે પોલીસ પણ ગોડાઉન માલિક સહિત 4 લોકો સામે નોંધાશે પોલીસ ફરિયાદ.સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ નોંધાઈ શકે છે ફરિયાદ. ગઈકાલે લાગી હતી આગ નવસારી જિલ્લાના બીલીમોરામાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં ત્રણ વ્યક્તિ જીવતા સળગી ગયા હતા. ચારને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બીલીમોરાના દેવસરની જયહિન્દ ક્લે વર્કના કમ્પાઉન્ડમાં આવેલા જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટમાં શનિવારે સવારે આ આગ લાગી હતી. ટ્રકમાંથી કેમિકલના ડ્રમ ખાલી કરતી વખતે આગ લાગી હતી. આગમાં કંપનીના મેનેજર સહિત ત્રણ જીવતા ભુંજાયા હતા. આગ એટલી વિકરાળ હતી કે જિલ્લાના તમામ ફાયર ફાઈટરોને કામે લગાડ્યા છતાં સાડા ત્રણ કલાકે આગ પર કાબુ મેળવી શકાયો હતો. સખ્ત કાર્યવાહી કરાશે : ઇન્ચાર્જ પોલીસવડા નવસારી જિલ્લાના ઇન્ચાર્જ પોલીસવડા કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, ટ્રકમાં થિનરનાં બેરલ ખાલી કરતી વખતે એક બેરલમાં લીકેજ થતાં આગનો બનાવ બન્યો હતો. આ આગની ઝપેટમાં બાજુની અન્ય બે દુકાન પણ આવી ગઈહતી. આ બનાવમાં ત્રણનાં મોત થયાં છે અને ચાર ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. FSLની ટીમને બોલાવવામાં આવી છે. આમાં ફાયર સેફ્ટીથી લઇને અન્ય મુદ્દે પણ જેમની બેદરકારી હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવસારીના બીલીમોરામાં ગઈકાલે આગ લાગી હતી અને આ આગમાં 3 લોકોના મોત થયા હતા,આ સમગ્ર કેસને લઈ પોલીસ દ્રારા તપાસ હાથધરવામાં આવી છે.ગોડાઉનમાં આગ લાગી હતી અને મોત થયા હતા,સાથે સાથે પોલીસ પણ ગોડાઉન માલિક સહિત 4 લોકો સામે નોંધાશે પોલીસ ફરિયાદ.સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ નોંધાઈ શકે છે ફરિયાદ.
ગઈકાલે લાગી હતી આગ
નવસારી જિલ્લાના બીલીમોરામાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં ત્રણ વ્યક્તિ જીવતા સળગી ગયા હતા. ચારને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બીલીમોરાના દેવસરની જયહિન્દ ક્લે વર્કના કમ્પાઉન્ડમાં આવેલા જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટમાં શનિવારે સવારે આ આગ લાગી હતી. ટ્રકમાંથી કેમિકલના ડ્રમ ખાલી કરતી વખતે આગ લાગી હતી. આગમાં કંપનીના મેનેજર સહિત ત્રણ જીવતા ભુંજાયા હતા. આગ એટલી વિકરાળ હતી કે જિલ્લાના તમામ ફાયર ફાઈટરોને કામે લગાડ્યા છતાં સાડા ત્રણ કલાકે આગ પર કાબુ મેળવી શકાયો હતો.
સખ્ત કાર્યવાહી કરાશે : ઇન્ચાર્જ પોલીસવડા
નવસારી જિલ્લાના ઇન્ચાર્જ પોલીસવડા કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, ટ્રકમાં થિનરનાં બેરલ ખાલી કરતી વખતે એક બેરલમાં લીકેજ થતાં આગનો બનાવ બન્યો હતો. આ આગની ઝપેટમાં બાજુની અન્ય બે દુકાન પણ આવી ગઈહતી. આ બનાવમાં ત્રણનાં મોત થયાં છે અને ચાર ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. FSLની ટીમને બોલાવવામાં આવી છે. આમાં ફાયર સેફ્ટીથી લઇને અન્ય મુદ્દે પણ જેમની બેદરકારી હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.