રાણપુરના અણિયાળી ગામે યુવાન પર પ્રેમસબંધના મામલે છ શખ્સનો હુમલો
લોખંડના પાઈપ અને લાકડીના ઘા ઝીંકી દેવાયાકાકાની રિક્ષામાં તોડફોડ કરી નુકશાન કર્યું, મોરબીથી તહેવાર કરવા યુવક વતન આવ્યો હતોભાવનગર: રાણપુર તાલુકાના અણિયાળી ગામના યુવાનને એક યુવતી સાથે અગાઉ પ્રેમસબંધ હોવાની દાઝ રાખી છ શખ્સે લોખંડના પાઈપ અને લાડકીના ઘા ઝીંકી ઈજા પહોંચાડતા ઈજાગ્રસ્તને સારવાર માટે બોટાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભત્રીજાને બચાવી ઘર તરફ જઈ રહેલા કાકાની રિક્ષા ઉપર પણ શખ્સોએ પાઈપ-લાકડીના ઘા ઝીંકી તોડફોડ કરી નુકશાન કર્યું હતું.બનાવની મળતી વિગત અનુસાર બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અણિયાળી (કસ્બાતી) ગામે અવેડા પાસે રહેતા દશરથભાઈ સુખભાઈ કુવરખાણિયા (ઉ.વ.૨૦, રહે, હાલ પીપળી રંગપરબેલા, મોરબી) નામના યુવાનને છ માસ પહેલા એક યુવતી સાથે પ્રેમસબંધ હોય, દરમિયાનમાં મોરબી ખાતે મજૂશ્રી કામ કરતો યુવાન દશરથભાઈ ગત તા.૬-૮ના રોજ સાતમ-આઠમનો તહેવાર કરવા પોતાના વતન અણિયાળી ગામે આવ્યો હોય, ગઈકાલે તા.૨૮-૮ના રોજ બપોરના સમયે તેની માતાને તેડવા માટે બાઈક નં.જીજે.૧૮.આર.૯૦૪૮ની લઈ તુરખા ગામે જવા નીકળ્યો હતો. ત્યારે રાણપુર ખાતે આસ્થાપીરની દરગાહ પાસે પહોંચતા મેહુલ હિંમતભાઈ ધરજીયા, વલ્લભ અરવિંદભાઈ ધરજીયા, દશરથ સાકરિયા સહિત્ના શખ્સોએ બે બાઈકમાં આવી યુવાનને લોખંડના પાઈપથી માર મારતા આ સમયે તેમના કાકા વિનાભાઈ દેવશીભાઈ કુવરખાણિયા પોતાની રિક્ષા લઈને આવતા ભત્રીજાને વધુ માર મારતા બચાવી રિક્ષામાં બેસાડી અણિયાળી ગામે ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે ગામ પાસે નાની ફાટક વટી રસ્તા ઉપર અરવિંદ રવજીભાઈ ધરજીયા, અશોક રવજીભાઈ ધરજીયા અને લાલજી જગુભાઈ ધરજીયા નામના શખ્સોએ લોખંડના પાઈપ અને લાકડી લઈ આવી રિક્ષા ઉપર ઘા કરી નુકશાન કર્યું હતું. તેમજ દશરથભાઈને કાંઠલો પકડી રિક્ષામાંથી બહાર કાઢી લોખંડના પાઈપ અને લાકડી વડે આડેધડ માર મારી ધક્કો મારી વોકળામાં ફેંકીદીધા હતા. થોડીવાર બાદ મેહુલ, વલ્લભ અને દશરથે ત્યાં આવી ફરી વખત પાઈપથી માર મારી ઈજા પહોંચાડતા યુવાનને સારવાર માટે પ્રથમ રાણપુર બાદ બોટાદ ખસેડવામાં આવ્યો હતો.ઘટના અંગે દશરથભાઈ કુવરખાણિયાએ મેહુલ ધરજીયા, વલ્લભ ધરજીયા, અરવિંદ ધરજીયા, અશોક ધરજીયા, લાલજી ધરજીયા (રહે, પાંચેય અણિયાળી (કસ્તાબી)) અને દશરથ સાકરિયા (રહે, રાજકોટ) નામના છ શખ્સ સામે નોંધાવેલી ફરિયાદના આધારે રાણપુર પોલીસે બીએનએસની કલમ ૧૧૫ (ર), ૧૧૭ (ર), ૫૪, ૩૨૪ (ર) અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
લોખંડના પાઈપ અને લાકડીના ઘા ઝીંકી દેવાયા
કાકાની રિક્ષામાં તોડફોડ કરી નુકશાન કર્યું, મોરબીથી તહેવાર કરવા યુવક વતન આવ્યો હતો
ભાવનગર: રાણપુર તાલુકાના અણિયાળી ગામના યુવાનને એક યુવતી સાથે અગાઉ પ્રેમસબંધ હોવાની દાઝ રાખી છ શખ્સે લોખંડના પાઈપ અને લાડકીના ઘા ઝીંકી ઈજા પહોંચાડતા ઈજાગ્રસ્તને સારવાર માટે બોટાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભત્રીજાને બચાવી ઘર તરફ જઈ રહેલા કાકાની રિક્ષા ઉપર પણ શખ્સોએ પાઈપ-લાકડીના ઘા ઝીંકી તોડફોડ કરી નુકશાન કર્યું હતું.
બનાવની મળતી વિગત અનુસાર બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અણિયાળી (કસ્બાતી) ગામે અવેડા પાસે રહેતા દશરથભાઈ સુખભાઈ કુવરખાણિયા (ઉ.વ.૨૦, રહે, હાલ પીપળી રંગપરબેલા, મોરબી) નામના યુવાનને છ માસ પહેલા એક યુવતી સાથે પ્રેમસબંધ હોય, દરમિયાનમાં મોરબી ખાતે મજૂશ્રી કામ કરતો યુવાન દશરથભાઈ ગત તા.૬-૮ના રોજ સાતમ-આઠમનો તહેવાર કરવા પોતાના વતન અણિયાળી ગામે આવ્યો હોય, ગઈકાલે તા.૨૮-૮ના રોજ બપોરના સમયે તેની માતાને તેડવા માટે બાઈક નં.જીજે.૧૮.આર.૯૦૪૮ની લઈ તુરખા ગામે જવા નીકળ્યો હતો. ત્યારે રાણપુર ખાતે આસ્થાપીરની દરગાહ પાસે પહોંચતા મેહુલ હિંમતભાઈ ધરજીયા, વલ્લભ અરવિંદભાઈ ધરજીયા, દશરથ સાકરિયા સહિત્ના શખ્સોએ બે બાઈકમાં આવી યુવાનને લોખંડના પાઈપથી માર મારતા આ સમયે તેમના કાકા વિનાભાઈ દેવશીભાઈ કુવરખાણિયા પોતાની રિક્ષા લઈને આવતા ભત્રીજાને વધુ માર મારતા બચાવી રિક્ષામાં બેસાડી અણિયાળી ગામે ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે ગામ પાસે નાની ફાટક વટી રસ્તા ઉપર અરવિંદ રવજીભાઈ ધરજીયા, અશોક રવજીભાઈ ધરજીયા અને લાલજી જગુભાઈ ધરજીયા નામના શખ્સોએ લોખંડના પાઈપ અને લાકડી લઈ આવી રિક્ષા ઉપર ઘા કરી નુકશાન કર્યું હતું. તેમજ દશરથભાઈને કાંઠલો પકડી રિક્ષામાંથી બહાર કાઢી લોખંડના પાઈપ અને લાકડી વડે આડેધડ માર મારી ધક્કો મારી વોકળામાં ફેંકીદીધા હતા. થોડીવાર બાદ મેહુલ, વલ્લભ અને દશરથે ત્યાં આવી ફરી વખત પાઈપથી માર મારી ઈજા પહોંચાડતા યુવાનને સારવાર માટે પ્રથમ રાણપુર બાદ બોટાદ ખસેડવામાં આવ્યો હતો.
ઘટના અંગે દશરથભાઈ કુવરખાણિયાએ મેહુલ ધરજીયા, વલ્લભ ધરજીયા, અરવિંદ ધરજીયા, અશોક ધરજીયા, લાલજી ધરજીયા (રહે, પાંચેય અણિયાળી (કસ્તાબી)) અને દશરથ સાકરિયા (રહે, રાજકોટ) નામના છ શખ્સ સામે નોંધાવેલી ફરિયાદના આધારે રાણપુર પોલીસે બીએનએસની કલમ ૧૧૫ (ર), ૧૧૭ (ર), ૫૪, ૩૨૪ (ર) અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.