રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને એલર્ટ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Weather Forecast: રાજ્યમાં આગામી 26 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની આગાહી છે, ત્યારે ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત 'ઈન્ટિગ્રેટેડ કંટ્રોલ રૂમ ફોર ઈમરજન્સી રિસ્પોન્સ' (ICR-ER) દ્વારા 20 જૂન 2026 ના રોજ માછીમારો માટે એક ખાસ ચેતવણી જારી કરવામાં આવી છે. પરિપત્ર મુજબ, રાજ્યના દરિયાકાંઠે આગામી દિવસોમાં ખરાબ હવામાન અને તોફાની પવન રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગ અનુસાર, શનિવારે(20 જૂન) બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને ભારે પવન ફૂંકાવવાની સાથે હોવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

