મુળી અને થાન તાલુકામાં ગેરકાયદે ખનન અટકાવવા ગ્રામસભા યોજાઈ

- ખનીજના ગેરકાયદે ખનન અંગે ફરિયાદો ઉઠતા- ભૂમાફિયાઓ સામે કડક પગલાં લેવાના બદલે ગ્રામજનોને સમજાવી તંત્રએ સંતોષ માન્યો સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના મુળી અને થાન તાલુકાના ગામોમાં ગ્રામસભા યોજાઈ હતી. જેમાં કાર્બોસેલ સહિતના ખનીજોના ગેરકાયદે ખનન અંગે વહિવટી તંત્રએ ગ્રામજનોને જાગૃત કર્યા હતા. તેમજ ગેરકાયદે ખનન પ્રવૃતિમાં ના જોડાવા ગ્રામજનોને સમજાવ્યા હતા. ત્યારે ગેરકાયદે ખનન કરતા ભૂમાફિયાઓના લીધે છેલ્લા કેટલાક સમયથી શ્રમિકોના મોતના બનાવ વધી રહ્યા છે. ત્યારે ભૂમાફિયાઓ સામે કડક પગલાં લેવાના બદલે ગ્રામજનોને સમજાવી તંત્રએ સંતોષ માન્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી, થાન અને સાયલા તાલુકાઓમાં ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદે ખનીજસંપતિનું ખનન થતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે જિલ્લામાં ગેરકાયદેસર ખોદકામ અટકાવવા માટે જિલ્લા વહિવટી તંત્ર સતર્ક બન્યું છે અને આગામી તા.૨૩ જુલાઈ સુધી અલગ-અલગ ગામોમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેના ભાગરૂપે તાજેતરમાં મુળીના ગઢડા અને ખંપાળીયા તેમજ થાનના જામવાળી અને ગુગલીયાણા ગામે ગ્રામસભા યોજાઈ હતી. જેમાં લોકો જાગૃત થાય અને ગેરકાયદેસર ખોદકામની પ્રવૃત્તિઓમાં ન જોડાય તે માટે સમજણ આપવામાં આવી હતી. તેમજ બુરી નાંખવામાં આવેલા કુવાઓમાં જે પ્રમાણે ગેસ ઉત્પન થાય છે તેની પણ માહિતી આપી લોકોને જાગૃત કર્યા હતા. તેમજ ગેસ ગુગણામણ/ભેખડ ધસવાના કારણે થતાં અકસ્માતો અટકાવવા માટે આ વિસ્તારના લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે માહિતગાર કરવામાં આવ્યા હતા.

મુળી અને થાન તાલુકામાં ગેરકાયદે ખનન અટકાવવા ગ્રામસભા યોજાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ખનીજના ગેરકાયદે ખનન અંગે ફરિયાદો ઉઠતા

- ભૂમાફિયાઓ સામે કડક પગલાં લેવાના બદલે ગ્રામજનોને સમજાવી તંત્રએ સંતોષ માન્યો 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના મુળી અને થાન તાલુકાના ગામોમાં ગ્રામસભા યોજાઈ હતી. જેમાં કાર્બોસેલ સહિતના ખનીજોના ગેરકાયદે ખનન અંગે વહિવટી તંત્રએ ગ્રામજનોને જાગૃત કર્યા હતા. તેમજ ગેરકાયદે ખનન પ્રવૃતિમાં ના જોડાવા ગ્રામજનોને સમજાવ્યા હતા. ત્યારે ગેરકાયદે ખનન કરતા ભૂમાફિયાઓના લીધે છેલ્લા કેટલાક સમયથી શ્રમિકોના મોતના બનાવ વધી રહ્યા છે. ત્યારે ભૂમાફિયાઓ સામે કડક પગલાં લેવાના બદલે ગ્રામજનોને સમજાવી તંત્રએ સંતોષ માન્યો હતો. 

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી, થાન અને સાયલા તાલુકાઓમાં ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદે ખનીજસંપતિનું ખનન થતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે જિલ્લામાં ગેરકાયદેસર ખોદકામ અટકાવવા માટે જિલ્લા વહિવટી તંત્ર સતર્ક બન્યું છે અને આગામી તા.૨૩ જુલાઈ સુધી અલગ-અલગ ગામોમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જેના ભાગરૂપે તાજેતરમાં મુળીના ગઢડા અને ખંપાળીયા તેમજ થાનના જામવાળી અને ગુગલીયાણા ગામે ગ્રામસભા યોજાઈ હતી. જેમાં લોકો જાગૃત થાય અને ગેરકાયદેસર ખોદકામની પ્રવૃત્તિઓમાં ન જોડાય તે માટે સમજણ આપવામાં આવી હતી. તેમજ બુરી નાંખવામાં આવેલા કુવાઓમાં જે પ્રમાણે ગેસ ઉત્પન થાય છે તેની પણ માહિતી આપી લોકોને જાગૃત કર્યા હતા.

 તેમજ ગેસ ગુગણામણ/ભેખડ ધસવાના કારણે થતાં અકસ્માતો અટકાવવા માટે આ વિસ્તારના લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે માહિતગાર કરવામાં આવ્યા હતા.