મિલકતના સોદામાં કોઈ પાસે વધુ તો કોઈ પાસે ઓછી ડયૂટી લઈ કરપ્શન કરે તેવી શક્યતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, શનિવાર
ગુજરાત સરકારે સ્ટેમ્પ ડયૂટીના પ્રમાણમાં દરેક કેસમાં અલગ અલગ સ્ટેમ્પ ડયૂટી લઈને કોઈને ફેવર કરવાનો કે પછી કોઈની પાસે તોડીને સ્ટેમ્પ ડયૂટી વસૂલવાનો રસ્તો ખોલી દીધો છે. સ્ટેમ્પ ડયૂટી એક્ટમાં નવી કલમ ૯ દાખલ કરીને આ સત્તા મેળવી લીધી છે. આ કલમનો દુરુપયોગ થવાની અને તેનાથી ભ્રષ્ટાચાર વધવાની શક્યતા રહેલી છે. સ્ટેમ્પ એક્ટની કલમ ૫૩-એમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ કલેક્ટર સર્ટિફિકેટ ઇશ્યૂ થયા તારીખથી છ વર્ષમાં સ્ટેમ્પ ડયૂટી કલેક્ટ કરી લેવી જરૃરી છે. ગુજરાતમાં ૪૦ વર્ષ બાદ સ્ટેમ્પ ડયૂટીની ડિમાન્ડ ઊભી કરવામાં આવી છે.
What's Your Reaction?






