મહેસાણા મનપામાં સમાવેશ મુદ્દે અનેક ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા, ગામમાં પગ ન મૂકવા અલ્ટીમેટમ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Mehsana Municipal Corporation: મહેસાણા મહાનગરપાલિકામાં નવા સમાવેશ કરવામાં આવેલાં 24 ગામો પૈકીના તાવડિયા, ઉચરપી, શોભાસણ, ડેલા, રામપુરા વગેરે ગામોના લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારના તાવડિયા ગામમાં ગઈકાલે ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાડવામાં આવ્યા બાદ આજે બુધવારે ઉચરપી ગામના લોકોએ પણ મહાપાલિકા સામે બાંયો ચઢાવી ચૂંટણી બહિષ્કારનો બુંગિયો ફૂંક્યો છે. ગ્રામજનોએ તો ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર કરવા માટે કોઈપણ રાજકીય પક્ષોને ગામમાં નહીં પ્રવેશવાનું અલ્ટીમેટમ આપવા સાથે ચૂંટણી બહિષ્કારના બેનરો ગામના પ્રવેશ દ્વાર પર લગાવી દેતાં મહેસાણાના રાજકારણમાં ગરમાટો આવ્યો છે.
મહેસાણા મહાપાલિકામાં સમાવેશ સામે લોકોમાં આક્રોશ
નવરચિત મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નજીકના બે ડઝન જેટલા ગામોને સમાવવામાં આવ્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

