'મહિલાને નામ અને ફોન નંબર પૂછવો જાતીય સતામણી નથી', FIR નોંધનારી પોલીસને ગુજરાત હાઈકોર્ટનો ઠપકો

Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટે મંગળવારે એક કેસની સુનાવણી કરતા કહ્યું હતું કે અજાણી મહિલાનું નામ પૂછવું એ જાતીય સતામણી ન કહી શકાય. આ બાબતે  હાઈકોર્ટે કહ્યું કે મહિલાનું નામ અને નંબર પૂછવા એ ખોટું છે પરંતુ તેને જાતીય સતામણી કહી શકાય નહીં. પોલીસે ગાંધીનગરના સમીર રોય સામે એક મહિલાનું નામ, નંબર અને સરનામું પૂછવા બદલ જાતીય સતામણીનો કેસ નોંધ્યો હતો. શું હતો મામલો?એક અહેવાલ મુજબ 26 એપ્રિલે એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં સમીર રોય નામના વ્યક્તિ વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. મહિલા ફરિયાદમાં જણાવ્યું હતું કે સમીરે તેનું નામ, સરનામું અને મોબાઈલ નંબર માંગ્યો હતો. આ ફરિયાદ બાદ યુવક પર IPCની કલમ 354A લગાવવામાં આવી હતી. જેની સુનાવણી 16મી જુલાઈએ થઈ હતી.સમીરે પોલીસ સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી સમીરે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે, 'મારી સામે નોંધાયેલી એફઆઈઆર પોલીસ અત્યાચારનો બદલો લેવાનું કાવતરું છે. 25મી એપ્રિલે પોલીસે મને ટોર્ચર કર્યો હતો. આ અંગે ફરિયાદ કરતા પોલીસે મારો ફોન છીનવી લીધો હતો અને તેમાંથી અમુક ડેટા પણ ડિલીટ કરી દીધો હતો.' પોતાની અરજીમાં સમીરે કહ્યું હતું કે મારી વિરુદ્ધ નોંધાયેલો આ કેસ જાતીય સતામણીનો છે તે મને 9 મેના રોજ ખબર પડી હતી.'હાઇકોર્ટે પોલીસને ઠપકો આપ્યો ગુજરાત હાઈકોર્ટે પોલીસની આ કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા છે. જસ્ટિસ નિર્જર દેસાઈએ કહ્યું, 'જો કોઈ મહિલાનો નંબર માંગે છે, તો તે ખોટું છે, પરંતુ આ કારણે FIR નોંધવી યોગ્ય નથી . હા, નંબર માંગવો એ અયોગ્ય હોઈ શકે છે, પરંતુ કોર્ટનું માનવું છે કે જો આપણે આઈપીસીની કલમ 354 જોઈએ તો તે જાતીય સતામણી અને તેની સજા વિશે છે.' મહિલાએ આઈપીસીની કલમ 354A હેઠળ યુવક વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. કોર્ટે વધુમાં કહ્યું કે, 'જો FIRમાં લખેલી બાબતો સાચી હોય તો પણ યુવક દ્વારા મહિલાનો નંબર માંગવો એ જાતીય સતામણી ન કહી શકાય. આ બાબત ખોટી છે પણ જાતીય સતામણી નથી.'આ પણ વાંચો: ભગવાન વિઠ્ઠલનાથજી પણ ટ્રાફીકમાં અટવાયા : વરઘોડામાં ટ્રાફિક પોલીસની ગેરહાજરી

'મહિલાને નામ અને ફોન નંબર પૂછવો જાતીય સતામણી નથી', FIR નોંધનારી પોલીસને ગુજરાત હાઈકોર્ટનો ઠપકો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

judgement

Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટે મંગળવારે એક કેસની સુનાવણી કરતા કહ્યું હતું કે અજાણી મહિલાનું નામ પૂછવું એ જાતીય સતામણી ન કહી શકાય. આ બાબતે  હાઈકોર્ટે કહ્યું કે મહિલાનું નામ અને નંબર પૂછવા એ ખોટું છે પરંતુ તેને જાતીય સતામણી કહી શકાય નહીં. પોલીસે ગાંધીનગરના સમીર રોય સામે એક મહિલાનું નામ, નંબર અને સરનામું પૂછવા બદલ જાતીય સતામણીનો કેસ નોંધ્યો હતો. 

શું હતો મામલો?

એક અહેવાલ મુજબ 26 એપ્રિલે એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં સમીર રોય નામના વ્યક્તિ વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. મહિલા ફરિયાદમાં જણાવ્યું હતું કે સમીરે તેનું નામ, સરનામું અને મોબાઈલ નંબર માંગ્યો હતો. આ ફરિયાદ બાદ યુવક પર IPCની કલમ 354A લગાવવામાં આવી હતી. જેની સુનાવણી 16મી જુલાઈએ થઈ હતી.

સમીરે પોલીસ સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી 

સમીરે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે, 'મારી સામે નોંધાયેલી એફઆઈઆર પોલીસ અત્યાચારનો બદલો લેવાનું કાવતરું છે. 25મી એપ્રિલે પોલીસે મને ટોર્ચર કર્યો હતો. આ અંગે ફરિયાદ કરતા પોલીસે મારો ફોન છીનવી લીધો હતો અને તેમાંથી અમુક ડેટા પણ ડિલીટ કરી દીધો હતો.' પોતાની અરજીમાં સમીરે કહ્યું હતું કે મારી વિરુદ્ધ નોંધાયેલો આ કેસ જાતીય સતામણીનો છે તે મને 9 મેના રોજ ખબર પડી હતી.'

હાઇકોર્ટે પોલીસને ઠપકો આપ્યો 

ગુજરાત હાઈકોર્ટે પોલીસની આ કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા છે. જસ્ટિસ નિર્જર દેસાઈએ કહ્યું, 'જો કોઈ મહિલાનો નંબર માંગે છે, તો તે ખોટું છે, પરંતુ આ કારણે FIR નોંધવી યોગ્ય નથી . હા, નંબર માંગવો એ અયોગ્ય હોઈ શકે છે, પરંતુ કોર્ટનું માનવું છે કે જો આપણે આઈપીસીની કલમ 354 જોઈએ તો તે જાતીય સતામણી અને તેની સજા વિશે છે.' 

મહિલાએ આઈપીસીની કલમ 354A હેઠળ યુવક વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. કોર્ટે વધુમાં કહ્યું કે, 'જો FIRમાં લખેલી બાબતો સાચી હોય તો પણ યુવક દ્વારા મહિલાનો નંબર માંગવો એ જાતીય સતામણી ન કહી શકાય. આ બાબત ખોટી છે પણ જાતીય સતામણી નથી.'

આ પણ વાંચો: ભગવાન વિઠ્ઠલનાથજી પણ ટ્રાફીકમાં અટવાયા : વરઘોડામાં ટ્રાફિક પોલીસની ગેરહાજરી