'ભૂલ પેપર સેટરની-દંડ પરીક્ષાર્થીઓને?' હવે GPSCની પરીક્ષામાં આન્સર કી સામે વાંધા સૂચનો માટે ભરવી પડશે ફી

Jan 16, 2025 - 21:00
'ભૂલ પેપર સેટરની-દંડ પરીક્ષાર્થીઓને?' હવે GPSCની પરીક્ષામાં આન્સર કી સામે વાંધા સૂચનો માટે ભરવી પડશે ફી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

GPSC

GPSC Exam : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવામાં આવતી તમામ પરીક્ષામાં પ્રોવિઝનલ આન્સર કી જાહેર કર્યા બાદ આન્સર કીમાં જણાતા વાંધા સૂચનો રજૂ કરાય છે. આ પછી ફાઈનલ આન્સર કી જાહેર કરાય છે. જ્યારે હવે GPSCના ચેરમેન હસમુખ પટેલે પ્રોવિઝનલ આન્સર કીમાં વાંધા સૂચનોની અરજીને લઈને નિવેદન આપી જણાવ્યું છે કે, 'હવે વાંધા સૂચનો માટે પરીક્ષાર્થીઓ પાસેથી ફી લેવાશે.' બીજી તરફ, હસમુખ પટેલના નિવેદન સામે સરકારી ભરતીની તૈયારી કરતા એસ્પીરન્ટે સોશિયલ મીડિયામાં રોષ ઠાલવીને નકારાત્મક પ્રતિક્રિયા આપી છે.

GPSC દ્વારા જાહેર કરવામાં આવતી તમામ પરીક્ષાઓમાં પરીક્ષા લેવાયા બાદ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાય છે અને ત્યારબાદ આન્સર કીમાં જણાતા વાંધાઓ ઉમેદવારો રજૂ કરે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0