ભીડમાં પણ એકલતા : 58% લોકો પાસે મનની વાત કરવા કોઇ નથી, વર્લ્ડ હેપ્પીનેસ ડે પર વાંચો ખાસ રિપોર્ટ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

World Happiness Day 2026: આધુનિક યુગમાં ભૌતિક સુખ-સુવિધાઓ વધી છે, પરંતુ માનવીય સંવેદનાઓ અને આંતરિક સુખમાં ક્યાંક ઓટ આવી હોય તેવું જણાય છે. દર વર્ષે 20મી માર્ચે 'વિશ્વ ખુશાલી દિવસ'ની ઉજવણી થાય છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા હાથ ધરવામાં આવેલા એક સરવેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. 2250 લોકો પર કરવામાં આવેલા આ અભ્યાસ મુજબ, 58% લોકો એવા છે જેમને મનની વાત શેર કરવા માટે કોઈ જ ભરોસાપાત્ર વ્યક્તિ મળતી નથી.
તણાવમુક્ત જીવન માટે ભાવનાત્મક સુખાકારી અનિવાર્ય
સુખ એ જીવનનું પ્રાથમિક લક્ષ્ય છે, જે માત્ર સંપત્તિથી નહીં પરંતુ સામાજિક સંબંધો અને માનસિક સુખાકારીથી મળે છે, એ સમજવા માટે થયેલા વિશિષ્ટ સર્વેમાં લોકોની જીવનશૈલી અને માનસિક સ્થિતિ વિશે અનેક પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

