ભાવનગરમાં છેલ્લા 6 વર્ષમાં 1,347 બિલ્ડીંગ ધારકે ફાયર એનઓસી મેળવ્યાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- આગ અકસ્માતથી બચવા બિલ્ડીંગ ધારકોએ ફાયર એનઓસી લેવુ ફરજીયાત
- ફાયર એનઓસી માટે અરજી આવ્યા બાદ મહાપાલિકાની ફાયર વીંગ તપાસ કરતી હોય છે, તમામ નિયમનુ પાલન થતુ હોય તો ફાયર એનઓસી 15 દિવસમાં મળી જાય છે
ભાવનગર શહેરમાં ઘણી બિલ્ડીંગો આવેલ છે અને બિલ્ડીંગમાં આગ અકસ્માતનો બનાવ બને તો ફાયર સીસ્ટમના ઉપયોગથી આગને કાબુમાં લઈ શકાય અને લોકોના જીવ બચી શકે તે માટે દરેક બિલ્ડીંગ ધારકે ફાયર એનઓસી મેળવવુ ફરજીયાત છે. ભાવનગર શહેરમાં છેલ્લા ૬ વર્ષમાં એટલે કે વર્ષ ર૦૧૯-ર૦ થી ર૦ર૪-રપ દરમિયાન કુલ ૧,૩૪૭ બિલ્ડીંગ ધારકે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (ફાયર એનઓસી) મેળવ્યુ છે.
What's Your Reaction?






