ભાજપના શાસનમાં હિન્દુ પરિવારો અસુરક્ષિત? પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના પત્રથી ખળભળાટ: સરકાર સામે ગંભીર સવાલો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News : ગુજરાતમાં 'ડબલ એન્જિન' સરકારના કાયદો અને વ્યવસ્થાના દાવાઓ વચ્ચે ખુદ ભાજપના જ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખતા રાજકીય ગરમાવો આવી ગયો છે. જમાલપુર-ખાડિયાના પૂર્વ ધારાસભ્યએ પોતાના જ પક્ષની સરકારના પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, રાયખડ વિસ્તારમાં વર્ષોથી રહેતા હિન્દુ પરિવારોને દબાવવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ પત્ર બાદ વિપક્ષ અને સામાન્ય જનતામાં ચર્ચા જાગી છે કે, શું ભાજપ સરકારમાં હવે હિન્દુ પરિવારોએ પણ ન્યાય માટે પોતાના જ નેતાઓ પાસે આજીજી કરવી પડશે?
ભૂષણ ભટ્ટે પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે, રાયખડ વિસ્તારની 'પ્રસાદ મિલની ચાલી'માં છેલ્લા 100 વર્ષથી વસતા હિન્દુ પરિવારોને ખાલી કરાવવા માટે કેટલીક વ્યક્તિઓ દ્વારા પોલીસ તંત્રનો કથિત રીતે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. સવાલ એ ઉઠે છે કે, જો ભાજપ સરકારમાં પોલીસ તંત્ર નિષ્પક્ષ હોય, તો પૂર્વ ધારાસભ્યએ આવો ગંભીર આક્ષેપ કેમ કરવો પડ્યો? શું સત્તાના જોરે પોલીસ નિર્દોષ રહીશોને પરેશાન કરી રહી છે?

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

