ભાજપના પૂર્વ કોર્પોરેટરને કડવો અનુભવ, ઓર્ડર કરેલા પિત્ઝા અને સોસમાંથી જીવાત મળી આવી

AMC Notice 5 Food Court : અમદાવાદમાં વિવિધ ખાદ્યચીજોમાંથી જીવાત નીકળવાના બનાવ સતત વધી રહયા છે.બાપુનગર વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટરે કાંકરિયા ખાતે આવેલા મનપસંદ નાસ્તા સેન્ટરમાંથી ઓર્ડર કરેલા પિત્ઝા અને  તેની સાથે આપવામા આવેલા સોસમાંથી કાળા કલરની જીવાત મળી આવી હતી. આ અંગે મ્યુનિ.ના ફુડ વિભાગમાં ફરિયાદ કરાતા ફુડ વિભાગે આ વિસ્તારમાં આવેલી પાંચ ફુડ કોર્ટને કલોઝર નોટિસ આપી સીલ કરી હતી.કાંકરિયા કિડસ સિટી પાસે આવેલી જગ્યામાં ફુડ કોર્ટ ચલાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોન્ટ્રાકટ આપવામા આવેલો છે.બાપુનગર વોર્ડના પૂર્વ કોર્પોરેટર આશિષ રાણા મેરેજ એનીવર્સરી પ્રસંગે કાંકરિયા ફરવા ગયા હતા.આ સમયે મનપસંદ ભાજી પાઉ અને નાસ્તા સેન્ટરમાંથી તેમણે પિત્ઝા ઓર્ડર કરતા પિત્ઝામાંથી જીવાત નીકળવાની સાથે આપવામાં આવેલા સોસમાંથી પણ કાળા રંગની જીવાત મળી આવી હતી. આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના એડીશનલ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન જોષીએ કહ્યુ, જીવાત નીકળવા અંગેની ફરિયાદ મળતા સ્થળ તપાસ કરાવવામા આવી હતી.પાંચ ફુડ કોર્ટને સીલ કરવામાં આવી છે.

ભાજપના પૂર્વ કોર્પોરેટરને કડવો અનુભવ, ઓર્ડર કરેલા પિત્ઝા અને સોસમાંથી જીવાત મળી આવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


AMC Notice 5 Food Court : અમદાવાદમાં વિવિધ ખાદ્યચીજોમાંથી જીવાત નીકળવાના બનાવ સતત વધી રહયા છે.બાપુનગર વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટરે કાંકરિયા ખાતે આવેલા મનપસંદ નાસ્તા સેન્ટરમાંથી ઓર્ડર કરેલા પિત્ઝા અને  તેની સાથે આપવામા આવેલા સોસમાંથી કાળા કલરની જીવાત મળી આવી હતી. આ અંગે મ્યુનિ.ના ફુડ વિભાગમાં ફરિયાદ કરાતા ફુડ વિભાગે આ વિસ્તારમાં આવેલી પાંચ ફુડ કોર્ટને કલોઝર નોટિસ આપી સીલ કરી હતી.

કાંકરિયા કિડસ સિટી પાસે આવેલી જગ્યામાં ફુડ કોર્ટ ચલાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોન્ટ્રાકટ આપવામા આવેલો છે.બાપુનગર વોર્ડના પૂર્વ કોર્પોરેટર આશિષ રાણા મેરેજ એનીવર્સરી પ્રસંગે કાંકરિયા ફરવા ગયા હતા.આ સમયે મનપસંદ ભાજી પાઉ અને નાસ્તા સેન્ટરમાંથી તેમણે પિત્ઝા ઓર્ડર કરતા પિત્ઝામાંથી જીવાત નીકળવાની સાથે આપવામાં આવેલા સોસમાંથી પણ કાળા રંગની જીવાત મળી આવી હતી. 

આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના એડીશનલ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન જોષીએ કહ્યુ, જીવાત નીકળવા અંગેની ફરિયાદ મળતા સ્થળ તપાસ કરાવવામા આવી હતી.પાંચ ફુડ કોર્ટને સીલ કરવામાં આવી છે.