બોર્ડ પરીક્ષાના CCTVની ચકાસણી વખતે 400 ગેરરીતિના કેસ નોંધાયા

તમામ જિલ્લાના DEOએ સુનાવણી બાદ બોર્ડને કેસની વિગતો મોકલી આપીશિક્ષણ બોર્ડ દ્વારા રૂબરૂ હિયરિંગ બાદ નિયત કોષ્ટક મુજબ સજા સંભળાવાશે સૌથી વધુ ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં 226 જેટલા કેસ ફૂટેજમાં સામે આવ્યાં ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષાના CCTV ફૂટેજની ચકાસણી દરમિયાન સમગ્ર રાજ્યમા 400થી વધુ ગેરરીતિના કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. સૌથી વધુ ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં 226 જેટલા કેસ ફૂટેજમાં સામે આવ્યાં છે. એ સિવાય ધોરણ.10માં 170 જેટલા તેમજ ધોરણ.12 સાયન્સમાં 14 જેટલા કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે. જિલ્લા કક્ષાએ હિયરિંગ હાથ ધર્યા બાદ કેસની વિગત શિક્ષણ બોર્ડને મોકલી અપાઈ છે. જોકે આગામી સમયમાં હવે આ તમામ વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા રૂબરૂ સુનાવણી માટે બોલાવવામાં આવશે. દરમિયાન નિયત કરેલ સજા વિદ્યાર્થીઓને કરવામાં આવશે. ધોરણ.10 અને 12નાં 15.39 લાખ જેટલા વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ગત તા.11મી માર્ચથી શરૂ થઈ હતી. શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની કુલ 5,378 બિલ્ડીંગના 54,294 જેટલા બ્લોકમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ તમામ બ્લોક CCTV કેમેરાથી સજ્જ કરાયેલા હતા. શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ પરીક્ષા દરમિયાન એટલે કે, પ્રથમ દિવસની પરીક્ષા પૂર્ણ થયાના બે દિવસમાં જ CCTV ફૂટેજની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. CCTV ફૂટેજની ચકાસણી પૂર્ણ થયા બાદ જ્યાં શંકા જણાઈ હતી તેવા કેસ નોંધવામાં આવ્યાં હતા. શંકાસ્પદ લગતા તમામ વિદ્યાર્થીઓનું જિલ્લાકક્ષાએ હિયરીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. હિયરીંગ દરમિયાન વિદ્યાર્થીઓએ પણ ગેરરીતિ કર્યાનું સ્વિકાર્યું હોવાનું જાણવા મળે છે. એ પછી તમામ જિલ્લાઓએ ફાઈનલ કેસની વિગતો શિક્ષણ બોર્ડને મોકલી આપી છે. જેમાં સૌથી વધુ 226 જેટલા કેસ ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં નોંધાયા છે. એ સિવાય ધોરણ.10માં 170 જેટલા કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે. ધોરણ.12 સાયન્સમાં માત્ર 14 જેટલા જ કેસ નોંધાયા છે. આમ આ વખતે બોર્ડ પરીક્ષા બાદ CCTV ફૂટેજ દરમિયાન 410 જેટલા ગેરરીતિના કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ પરીક્ષા દરમિયાન સ્થળ ઉપર આ વખતે 41 કેસ નોંધાયા હતા. જેમા પણ સૌથી વધુ 19 કેસ ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં નોંધાયા હતા. એ સિવાય ધોરણ.10માં 15 કેસ અને ધોરણ.12 સાયન્સમાં 7 કેસ નોંધાયા હતા. ગુજકેટમાં પણ 1 કેસ નોંધાયો હતો. આ તમામનું બોર્ડ દ્વારા આગામી દિવસોમાં રૂબરૂ હિયરિંગ હાથ ધરવામાં આવશે.

બોર્ડ પરીક્ષાના CCTVની ચકાસણી વખતે 400 ગેરરીતિના કેસ નોંધાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તમામ જિલ્લાના DEOએ સુનાવણી બાદ બોર્ડને કેસની વિગતો મોકલી આપી
  • શિક્ષણ બોર્ડ દ્વારા રૂબરૂ હિયરિંગ બાદ નિયત કોષ્ટક મુજબ સજા સંભળાવાશે
  • સૌથી વધુ ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં 226 જેટલા કેસ ફૂટેજમાં સામે આવ્યાં

ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષાના CCTV ફૂટેજની ચકાસણી દરમિયાન સમગ્ર રાજ્યમા 400થી વધુ ગેરરીતિના કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. સૌથી વધુ ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં 226 જેટલા કેસ ફૂટેજમાં સામે આવ્યાં છે. એ સિવાય ધોરણ.10માં 170 જેટલા તેમજ ધોરણ.12 સાયન્સમાં 14 જેટલા કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે. જિલ્લા કક્ષાએ હિયરિંગ હાથ ધર્યા બાદ કેસની વિગત શિક્ષણ બોર્ડને મોકલી અપાઈ છે. જોકે આગામી સમયમાં હવે આ તમામ વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા રૂબરૂ સુનાવણી માટે બોલાવવામાં આવશે. દરમિયાન નિયત કરેલ સજા વિદ્યાર્થીઓને કરવામાં આવશે.

ધોરણ.10 અને 12નાં 15.39 લાખ જેટલા વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ગત તા.11મી માર્ચથી શરૂ થઈ હતી. શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની કુલ 5,378 બિલ્ડીંગના 54,294 જેટલા બ્લોકમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ તમામ બ્લોક CCTV કેમેરાથી સજ્જ કરાયેલા હતા. શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ પરીક્ષા દરમિયાન એટલે કે, પ્રથમ દિવસની પરીક્ષા પૂર્ણ થયાના બે દિવસમાં જ CCTV ફૂટેજની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. CCTV ફૂટેજની ચકાસણી પૂર્ણ થયા બાદ જ્યાં શંકા જણાઈ હતી તેવા કેસ નોંધવામાં આવ્યાં હતા. શંકાસ્પદ લગતા તમામ વિદ્યાર્થીઓનું જિલ્લાકક્ષાએ હિયરીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. હિયરીંગ દરમિયાન વિદ્યાર્થીઓએ પણ ગેરરીતિ કર્યાનું સ્વિકાર્યું હોવાનું જાણવા મળે છે. એ પછી તમામ જિલ્લાઓએ ફાઈનલ કેસની વિગતો શિક્ષણ બોર્ડને મોકલી આપી છે. જેમાં સૌથી વધુ 226 જેટલા કેસ ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં નોંધાયા છે. એ સિવાય ધોરણ.10માં 170 જેટલા કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે. ધોરણ.12 સાયન્સમાં માત્ર 14 જેટલા જ કેસ નોંધાયા છે. આમ આ વખતે બોર્ડ પરીક્ષા બાદ CCTV ફૂટેજ દરમિયાન 410 જેટલા ગેરરીતિના કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ પરીક્ષા દરમિયાન સ્થળ ઉપર આ વખતે 41 કેસ નોંધાયા હતા. જેમા પણ સૌથી વધુ 19 કેસ ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં નોંધાયા હતા. એ સિવાય ધોરણ.10માં 15 કેસ અને ધોરણ.12 સાયન્સમાં 7 કેસ નોંધાયા હતા. ગુજકેટમાં પણ 1 કેસ નોંધાયો હતો. આ તમામનું બોર્ડ દ્વારા આગામી દિવસોમાં રૂબરૂ હિયરિંગ હાથ ધરવામાં આવશે.