બોપલમાં મહિલાને ઇ-ચલણની લીંક મોકલી રૂ. ૭.૨૩ લાખ ઉપાડી લેવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શનિવાર
ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગ દ્વારા હવે ટ્રાફિક વિભાગના ઇ-ચલણને ભળતી લીંક મોકલીને લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી રહી છે. જેમાં બોપલમાં રહેતી એક મહિલા સાથે રૂપિયા ૭.૨૩ લાખની અને પાલડીમાં યુવકના એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી લેવામાં આવ્યા હતા.
શહેરના બોપલના ઘુમામાં આવેલા ઘુમા એવરગ્રીન સોસાયટીમાં રહેતા સેજલબેન દલવાડીએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમને દોઢ મહિના પહેલા તેમને વોટ્સએપ પર ઇ-ચલણની એક લીંક મોકલી હતી. જેથી આરટીઓની લીંક સમજીને તેમણે ડાઉનલોડ કરી હતી.
What's Your Reaction?






