બાવળામાં ગેરકાયદે ગર્ભપાતના રેકેટનો પર્દાફાશ, આરોપીઓની ધરપકડ, જાણો સમગ્ર મામલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બાવળાના પનામા ગેસ્ટહાઉસમાં થતા ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના ખુલાસા બાદ પોલીસે એમડી રેડિયોલોજિસ્ટ ડોક્ટરની ધરપકડ કરી છે. મહત્વનું છે કે ડોક્ટર પોતાની ક્લિનિકમાં ગર્ભ પરીક્ષણ કર્યા બાદ ગેસ્ટ હાઉસમાં ગર્ભપાત કરાવતો હતો. જે મામલે ગ્રામ્ય SOGએ વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ નવી કલમોનો પણ ઉમેરો કરવામાં આવશે.
ગેરકાયદે ગર્ભપાતના રેકેટનો પર્દાફાશ
અમદાવાદ ગ્રામ્ય એસઓજીની કસ્ટડીમાં રહેલા આ બંને આરોપીના નામ હેમલત્તા દરજી અને ડોક્ટર હર્ષદ આચાર્ય છે. જે બંને આરોપીઓ છેલ્લા ત્રણ વર્ષથી ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનો ગોરખધંધો ચલાવતા હતા. ડોક્ટર હર્ષદ આચાર્ય એમડી રેડિયોલોજિસ્ટ છે અને અમદાવાદમાં સોનીની ચાલી ખાતે તેમની આશીર્વાદ હોસ્પિટલ પણ ચાલે છે. જ્યાં તેઓ સોનોગ્રાફી કરી ગર્ભ પરીક્ષણ કરતા હતા. જે બાદ મહિલા આરોપી હેમલત્તા દરજી બાવળાના પનામા ગેસ્ટ હાઉસમાં મહિલાઓને બોલાવી ગર્ભપાત કરાવતા હોવાનું ખુલાસો થયો છે. સાથે જ પોલીસે ગેસ્ટહાઉસ ના માલિક સચિન પટેલની પણ અગાઉ ધરપકડ કરી હતી. જે આ ગોરખધંધા અંગે જાણતો હોવા છતા રુપિયાની લલાચે બધુ ચાલવા દેતો હતો.
પોલીસે બંને આરોપીઓની કરી ધરપકડ
ગ્રામ્ય એસોજીએ હેમલત્તા દરજી અને ડોક્ટર હર્ષદ આચાર્યની ધરપકડ કરી હતી. પૂછપરછ કરતા હકીકત સામે આવી કે, બંને આરોપીઓ છેલ્લા 15 વર્ષથી એકબીજાના સંપર્કમાં છે. સાથે જ બાવળા અને ધોળકા ખાતે આવેલી બ્રિન્દા હોસ્પિટલમાં એક સાથે કામ કરે છે. જ્યાં ડોક્ટર હર્ષદ વીઝીટીંગ ડોક્ટર તરીકે આવતા હતા જે બાદ બંને વચ્ચે સંપર્ક થતાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનો આ ગોરખધંધો શરૂ કર્યો હતો. જે માટે હેમલતા મહિલાઓ પાસેથી 15 હજાર રૂપિયા પડાવી જેમાંથી 8000 રૂપિયા ઘર પરિક્ષણ માટેના ડોક્ટર હર્ષદને આપતા હોવાનું સામે આવ્યું છે.
પોલીસે તપાસ શરૂ કરી
બંને આરોપીઓની ધરપકડ કરી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે કે, અત્યાર સુધી આ બંને આરોપીઓએ કેટલી મહિલાઓના ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કર્યા હતા. આ ઉપરાંત પ્રતિબંધિત દવાઓ આરોપીઓ ક્યાંથી લાવતા હતા. તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે કેસમાં પોલીસ વધુ કલમોનો ઉમેરો કરી કાર્યવાહી કરી શકે છે.
What's Your Reaction?






