પ્રેમ લગ્ન કરનાર યુવતીને ધમકી આપતા સાવકા મામા સહિત ચાર સામે ગુનો દાખલ

Jun 8, 2025 - 14:30
પ્રેમ લગ્ન કરનાર યુવતીને ધમકી આપતા સાવકા મામા સહિત ચાર સામે ગુનો દાખલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


દશરથ ગામ થાંભલા વાળા ફળિયામાં રહેતી માનસી જૈમીન કુમાર મકવાણાએ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે હું મારા પતિ તથા સાસુ સસરા અને દિયર સાથે રહું છું તેમજ બીએડના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. મારુ પિયર નર્મદા જિલ્લાના આમલેથા ગામે છે. 10 વર્ષ અગાઉ મારા માતા મંજુલાબેનનું અવસાન થતાં મારા પિતાએ દશરથ ગામમાં રહેતા નયનાબેન સાથે વર્ષ 2017માં બીજા લગ્ન કર્યા હતા જેથી હું પ્રસંગોપાત દશરથ જતી હતી. તે દરમિયાન દશરથ ગામમાં રહેતા જૈમીનકુમાર વિનુભાઈ મકવાણા સાથે ઓળખાણ થઈ હતી અને અમારે પ્રેમ સંબંધ થયો હતો અને જુલાઈ 2024માં પંચમહાલના વેજલપુર ગ્રામ પંચાયત ખાતે અમે ઘરના સભ્યોને જાણ કર્યા વિના રજીસ્ટર મેરેજ કરી લીધા હતા. ત્યારબાદ એપ્રિલ 2025થી હું મારા માતા પિતાને જાણ કર્યા વિના સાસરીમાં આવી ગઈ હતી. જે બાબતે મારા પિતાએ રાજપીપળા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાને જાણ કરી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0