'પોશ એક્ટ' મહિલાઓના રક્ષણ માટે છે, કોઈને ખોટી રીતે ફસાવવા માટે નહીં: ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ

Apr 22, 2026 - 13:00
'પોશ એક્ટ' મહિલાઓના રક્ષણ માટે છે, કોઈને ખોટી રીતે ફસાવવા માટે નહીં: ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

POSH Act Ruling

POSH Act Ruling: ગુજરાત હાઈકોર્ટે કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી(સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વુમન એટ વર્કપ્લેસ(પ્રિવેન્શન, પ્રોહિબીશન એન્ડ રિડ્રેસલ) એક્ટ-2013 - પોશ એક્ટ) સંબંધિત એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં ઠરાવ્યું છે કે, પોશ એક્ટ એ મહિલાઓના રક્ષણ માટેનું એક શક્તિશાળી શસ્ત્ર છે, પરંતુ તેનો ઉપયોગ કોઈને અન્યાયી કે ખોટી રીતે નિશાન બનાવવા માટે ઢાલ(શીલ્ડ) તરીકે ન થવો જોઈએ. જ્યારે પણ કોઈ મહિલા દ્વારા આવી ખોટી ફરિયાદ કરવામાં આવે છે, ત્યારે તે માત્ર તે વ્યક્તિને જ નુકસાન નથી પહોંચાડતી, પરંતુ સમગ્ર કાર્યસ્થળના વાતાવરણને પણ ઝેરી બનાવી દે છે.

પોશ એક્ટ હેઠળની ફરિયાદ પર હાઈકોર્ટનો નિર્ણય

સહકારી મંડળીની એક મહિલા કર્મચારીએ કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી(અટકાવવા, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ(પોશ એક્ટ) હેઠળ મેનેજિંગ ડિરેક્ટર પર ગેરવર્તણૂક અને અયોગ્ય શારીરિક સંપર્કનો આરોપ લગાવતી કરેલી ફરિયાદમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હેમંત એમ. પ્રચ્છકે ઇન્ટરનલ કમ્પ્લેન કમિટી(આંતરિક ફરિયાદ સમિતિ)ના અંતિમ અહેવાલને રદ કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો અને આ મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0