Vapi: મધુબન ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી છોડાયું, દરિયો તોફાની બન્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વાપી : સંઘપ્રદેશ દમણમાં હાલ હવામાન વિભાગ દ્વારા શુક્રવારે ભારે વરસાદ અને ખરાબ હવામાનને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતુ. દમણના પ્રખ્યાત નમો પથ અને ભૈયા જેટી વિસ્તારમાં રેડ એલર્ટની સ્થિતિ વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકો દરિયાકિનારે ફરવા અને મસ્તી કરવા માટે ઉમટી પડયા હતા. લોકો જીવના જોખમે દરિયાના તોફાની મોજાં વચ્ચે સેલ્ફી લેતા નજરે પડયા હતા. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે પોલીસ વિભાગને સાયરન વગાડીને લોકોને બળજબરીપૂર્વક દરિયાકિનારેથી ભગાડવાની ફરજ પડી હતી. બીજી તરફ મધુબન ડેમમાંથી અંદાજે દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે નદીની સપાટી વધી અને દરિયાઈ વિસ્તારમાં પાણીનું સ્તર પણ વધ્યું હતુ. દરિયામાં હાઈ ટાઈડ (ભરતી) હોવાના કારણે દરિયાના તોફાની મોજાં કિનારાને વટાવીને બહાર રસ્તાઓ સુધી આવી રહ્યા હતી. પ્રશાસન દ્વારા દરિયાકિનારે જવાના રસ્તાઓ પર માત્ર સામાન્ય દોરડાં બાંધી સંતોષ માન્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

