Dahodમાં પવનના સુસવાટા અને વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ, વાહનચાલકો અટવાયા

Aug 1, 2026 - 01:00
Dahodમાં પવનના સુસવાટા અને વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ, વાહનચાલકો અટવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું છે. દાહોદ શહેરમાં પવનના સુસવાટા અને વીજળીના કડાકા-ભડાકા સાથે મુશળધાર વરસાદ ખાબક્યો હતો. અચાનક શરૂ થયેલા આ તોફાની વરસાદને કારણે સમગ્ર વાતાવરણમાં ક્ષણભરમાં જ આહલાદક ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

બસ સ્ટેન્ડ સહિતના મુખ્ય વિસ્તારો જળબંબાકાર

શહેરમાં વરસેલા અનરાધાર વરસાદને કારણે મુખ્ય માર્ગો અને બજારોમાં પાણી ફરી વળ્યા હતા. દાહોદના બસ સ્ટેન્ડ, વિવેકાનંદ ચોક, ગોદી રોડ અને ગોધરા રોડ જેવા ધમધમતા વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણીની ભારે આવકના કારણે વાહનચાલકો અને સ્થાનિક રાહદારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અપીલ

વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે પડેલા ભારે વરસાદને પગલે સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ચોમાસાની તીવ્રતા અને ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખવા માટે સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0