પોલીસ પંચાત : બેફામ દોડતા ડમ્પરો મજબૂત કે પોલીસનો દંડો ? કયા પોલીસ સ્ટેશનમાં ચેક બેલેન્સના આરોપી પાસેથી પૈસા ખંખેરાયા ?
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પોલીસ પંચાતમાં દર અઠવાડિયે સંદેશ ડિજિટલ દ્વારા પોલીસ વિભાગમાં ચાલતી ચર્ચાઓ, અમુક એવી ઈન્ટર્નલ ઘટનાઓ કે જે કદાચ લાગે નાની પણ બહાર પડે તો નોંધ લેવા જેવી બની જાય. આ એક એવી રેગ્યુલર કોલમ છે કે જેના માધ્યમથી અમે પોલીસ વિભાગનું જ ધ્યાન દોરીને ક્યાંક ત્રુટી રહી ગઈ હોય તો તેને સરખી કરવા માટેનું પરિબળ બની રહેવા માંગીએ છે. વાંચો આ વખતે શું ખાસ છે પોલીસ પંચાતમાં.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આધાર-ઈન્ટિગ્રેટેડ 'PATHIK' સોફ્ટવેર સાથે રાષ્ટ્રીય સ્તરે નવો માપદંડ સ્થાપિત કર્યો
નવી દિલ્હી 28 જાન્યુઆરી 2026ના રોજ ડિજિટલ ગવર્નન્સ અને જાહેર સુરક્ષાના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતા, અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ આધાર-સક્ષમ ગેસ્ટ વેરિફિકેશન માટે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) સાથે ઔપચારિક કરાર કરનાર ભારતની પ્રથમ કાયદા અમલીકરણ એજન્સી બની છે. આ અગ્રેસર સહયોગ 'આધાર એપ' ને PATHIK (પથિક - Program for Analysis of Traveler and Hotel InformatiCs) એપ્લિકેશન સાથે સાંકળે છે, જે "સ્માર્ટ પોલીસિંગ" તરફ એક મહત્વપૂર્ણ કદમ છે. અસંખ્ય અરજદારોમાંથી, સત્તાવાળાઓ દ્વારા રાષ્ટ્રીય મંચ પર તેમની તકનીકી ઉપયોગિતા પ્રદર્શિત કરવા માટે માત્ર ૧૧ એજન્સીઓની પસંદગી કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, આ ભદ્ર જૂથમાં પસંદગી પામેલ PATHIK સોફ્ટવેર એકમાત્ર લો-એન્ફોર્સમેન્ટ પ્રોજેક્ટ છે, જે સુરક્ષા માળખાના આધુનિકીકરણમાં તેની વિશિષ્ટ ભૂમિકા દર્શાવે છે.
એક તરફ ટ્રાફિક પોલીસ લોકોને દંડે છે બીજી તરફ પોલીસની સામે બેફામ ડમ્પરો નીકળે છે
એક તરફ શહેર ટ્રાફિક પોલીસ લોકોને કાયદો શિખવી રહી છે અને દંડ પણ ફટકારી રહી છે, ત્યારે બીજી તરફ શહેરમાં મોટા વાહનો બેફામ રીતે ફરી રહ્યાં છે, મહત્વની વાત તો એ છે કે, એસજી હાઈવે, પાલડી, અને પૂર્વ વિસ્તારમાં ડમ્પરો બેફામ રીતે ફરી રહ્યાં છે, ઘણા સમયે એવું જોવા મળ્યું છે કે, ટ્રાફિક પોઈન્ટ પર ટુ વ્હીલર ચાલકોને ઉભા રાખીને પોલીસ દંડ આપે છે, પરંતુ તેમની સામે જ નીકળતા ડમ્પરોને પોલીસ રોકતી નથી, શું અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતા પીઆઈઓને આ ડમ્પરોના ચાલકો સાથે મનમેળ છે કે શું ! નાના વાહનચાલકોને પકડો છો તો આ મોટા ડમ્પરોને કેમ જવા દેવામાં આવે છે ! કાયદો બધા માટે સરખો છે ભાઈ કોઈ એક માટે નહી, ડમ્પરો ધોળા દિવસે પણ રોડ પર દેખાય છે તે સૌ કોઈ જાણે છે. પોલીસે ચેક બેલન્સના આરોપી પાસેથી 25 હજાર લઈ લીધા અને જવા દીધો !
પશ્ચિમ વિસ્તારનું એક ક્રીમ પોલીસ સ્ટેશન અને ગાંધીનગર જિલ્લાની નજીકનું એવું પોલીસ સ્ટેશન કે અમદાવાદ શહેરના કોઈ પણ પીઆઈ તે પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ મળે તો રાજીના રેડ થઈ જાય છે, ત્યારે આ પોલીસ સ્ટેશનમાં એક એવી ઘટના બની કે, પોલીસે જાણે રૂપિયા જ ના જોયા અને રૂપિયા માટે મરી પડતી હોય, ચેક બાઉન્સનો એક આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર થાય છે અને તેની પાસે 50 હજારની માંગણી કરવામાં આવે છે, ત્યારે રકઝક કરતા નક્કી થાય છે કે 25 હજાર આપો અને આરોપી 25 હજાર આપીને નીકળી જાય છે, અને પોલીસ હસતા હસતા તેને દરવાજા સુધી પણ મૂકી જાય છે, વાહ ભાઈ વાહ તમારા જેવા દોસ્તો હોય તો દુશ્મનના પણ છક્કા છૂટી જાય મારા ભાઈ, કોર્ટ વિભાગમાં નોકરી કરવી તમારે અને આરોપીને છાવરી પણ રહ્યાં છો. શહેરનું નાક ગણાતી એક એજન્સીના કોન્સ્ટેબલે બુટલેગર જોડે 20 હજાર લીધા, PIને જાણ થતા બંધ ઓફિસમાં દમ માર્યો
અમદાવાદ શહેરની નાક ગણાતી એક એજન્સીમાં કોન્સ્ટેબલે કારસ્તાન કર્યુ હતુ અને તે વાત પીઆઈના કાન સુધી પહોંચી, બુટલેગર જોડેથી કોન્સ્ટેબલે રૂ.20 હાજર તો લઈ લીધા પણ પીઆઈ આ વાત સાંભળીને અકળાઈ ગયા અને કેબિનમાં બોલાવ્યો કોન્સ્ટેબલને તો કોન્સ્ટેબલે આખી વાત વાળી ઉંધી અને કહ્યું કે, સાહેબ આ તો મારો જુનો હિસાબ હતો અને મારે રૂપિયા લેવાના હતા માટે લીધા છે મે કોઈ તોડ નથી કર્યો, આ વાત સાંભળી પીઆઈ પણ ઢીલી મૂછે હસવા લાગ્યા હતા અને કોન્સ્ટેબલને કીધું કે હવે તારી ફરિયાદ મારી સુધી ના આવવી જોઈએ. શહેરના એક જાણીતા બ્રિજને અડીને આવેલા પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનો મુકવાને લઈ પોલીસ મૂંઝવણમાં !
અમદાવાદ શહેરમાં કોટ વિસ્તાર પાસે આવેલું એક પોલીસ સ્ટેશન કે જેને અડીને જ એક જાણીતો બ્રિજ આવેલો છે અને અંગ્રેજ સરકારે આ બ્રિડ બનાવ્યો હતો, મહત્વની વાત તો એ છે કે, આ પોલીસ સ્ટેશન રોડ પર આવેલું છે અને તેનું પાર્કિંગ જાહેર રોડ પર કરવામાં આવે છે, ત્યારે ચર્ચા એવી છે કે, પોલીસને પણ તેના વાહનો મૂકવા માટે પાર્કિંગ મળતું નથી અને ડિટેઈન કરેલા વાહનો રોડ પર પાર્ક કરવા પડે છે જેને લઈ ચર્ચાનો વિષય બન્યો છે કે, કોઈ વાહન ચોરી જશે તો જવાબદારી કોની રહેશે ! પાર્કિંગ તો મળી શકે એમ નથી કેમકે પોલીસ સ્ટેશનની ડિઝાઈન જ એ રીતે થઈ છે કે પોલીસના બિલ્ડીંગ સિવાય ત્યાં બીજું પાર્કિંગ પણ બને એવું નથી.
Weather News : ગુજરાતમાં આજે વહેલી સવારે ઠંડીનો અહેસાસ, બે દિવસ બેવડી ઋતુની અસર રહેશે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

