પોલીસ કર્મીના ધક્કાથી પાઘડી નિકળી જતા રાજ શેખાવતનો પિત્તો ગયો

ગાંધીનગરના કમલમ ખાતે રાજપૂત સમાજ દ્વારા ઘેરાવ કરવાનો હતો રાજ શેખાવતને પહેલા એરપોર્ટ પર નજરકેદ કરવામાં આવ્યા હતા કપડવંજથી કમલમ જતા ક્ષત્રિયોની અટકાયત કરવામાં આવી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામ્યો છે. જેમાં બીજી તરફ ક્ષત્રિય સમાજમાં પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને વિરોધ યથાવત છે. તેમાં ક્ષત્રિય સમાજમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ઉગ્ર બની છે અને રાજ્યભરમાં ઠેર-ઠેર દેખાવ અને વિરોધ થઈ રહ્યો છે. જેમાં આજે કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી છે. જેમાં પોલીસ કર્મીના ધક્કાથી પાઘડી નિકળી જતા રાજ શેખાવતનો પિત્તો ગયો હતો. તેમજ કપડવંજથી કમલમ જતા ક્ષત્રિયોની અટકાયત કરવામાં આવી છે. તેમાં 50થી વધુ કરણી સેનાના યુવકોને પોલીસે અટકાવ્યા છે. ગાંધીનગરના કમલમ ખાતે રાજપૂત સમાજ દ્વારા ઘેરાવ કરવાનો હતો આજે ગાંધીનગરના કમલમ ખાતે રાજપૂત સમાજ દ્વારા ઘેરાવ કરવાનો હતો. જેમાં રાજ શેખાવતની પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત કરી છે. અગાઉ એરપોર્ટ પરથી તેમણે વીડિયોમાં આત્મવિલોપન કરવા મજબૂર ન કરો તેમ જણાવ્યું હતું. તેમજ રાજ શેખાવત મંગળવારે ગાંધીનગર કમલમ પર કેસરિયો ઝંડો અને દંડા સાથે સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રિયોને પહોંચવા આદેશ સાથે મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરવાની ધમકી આપી હતી. જેના પગલે રાજ્ય સરકારે તાકીદની ગૃહ વિભાગની બેઠક બોલાવી હતી, જેને લઈને કમલમ ખાતે એક પણ વિરોધી ન પહોંચે તે માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. પહેલા એરપોર્ટ પર નજરકેદ કરવામાં આવ્યા હતા આજની ઘટના જાણીએ તો તેમાં રાજ શેખાવત જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા હતા. તેઓને એરપોર્ટ પર નજરકેદ કરવામાં આવ્યા હતા. બાદમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત દરમિયાન શેખાવતની પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. તેમજ પોલીસવાનમાં બેસાડવા જતા પોલીસકર્મીથી પાઘડી નીકળી જતા તેમનો પિત્તો ગયો હતો. રાજ શેખાવતે વધુમાં જણાવ્યું હતું કે, સમાજ માટે શહીદ થવું પડે તો તૈયાર છું. તમે પણ ધ્યાન રાખજો ભાજપ સરકાર. જો તમારા કારણે આ રાજ શેખાવતને શહીદ થવાનો વારો આવ્યો તો સત્તા જિંદગીભર તમે ભૂલી જજો. આ ક્ષત્રિય સમાજ તમને માફ નહીં કરે. એટલે મને કે મારા ક્ષત્રિય સમાજને રોકવાનો પ્રયાસ ન કરતા. કમલમ સુધી પહોંચવા દેજો અને અમારી રજૂઆત સાંભળીને ન્યાય આપજો.

પોલીસ કર્મીના ધક્કાથી પાઘડી નિકળી જતા રાજ શેખાવતનો પિત્તો ગયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગાંધીનગરના કમલમ ખાતે રાજપૂત સમાજ દ્વારા ઘેરાવ કરવાનો હતો
  • રાજ શેખાવતને પહેલા એરપોર્ટ પર નજરકેદ કરવામાં આવ્યા હતા
  • કપડવંજથી કમલમ જતા ક્ષત્રિયોની અટકાયત કરવામાં આવી

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામ્યો છે. જેમાં બીજી તરફ ક્ષત્રિય સમાજમાં પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને વિરોધ યથાવત છે. તેમાં ક્ષત્રિય સમાજમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ઉગ્ર બની છે અને રાજ્યભરમાં ઠેર-ઠેર દેખાવ અને વિરોધ થઈ રહ્યો છે. જેમાં આજે કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી છે. જેમાં પોલીસ કર્મીના ધક્કાથી પાઘડી નિકળી જતા રાજ શેખાવતનો પિત્તો ગયો હતો. તેમજ કપડવંજથી કમલમ જતા ક્ષત્રિયોની અટકાયત કરવામાં આવી છે. તેમાં 50થી વધુ કરણી સેનાના યુવકોને પોલીસે અટકાવ્યા છે.

ગાંધીનગરના કમલમ ખાતે રાજપૂત સમાજ દ્વારા ઘેરાવ કરવાનો હતો

આજે ગાંધીનગરના કમલમ ખાતે રાજપૂત સમાજ દ્વારા ઘેરાવ કરવાનો હતો. જેમાં રાજ શેખાવતની પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત કરી છે. અગાઉ એરપોર્ટ પરથી તેમણે વીડિયોમાં આત્મવિલોપન કરવા મજબૂર ન કરો તેમ જણાવ્યું હતું. તેમજ રાજ શેખાવત મંગળવારે ગાંધીનગર કમલમ પર કેસરિયો ઝંડો અને દંડા સાથે સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રિયોને પહોંચવા આદેશ સાથે મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરવાની ધમકી આપી હતી. જેના પગલે રાજ્ય સરકારે તાકીદની ગૃહ વિભાગની બેઠક બોલાવી હતી, જેને લઈને કમલમ ખાતે એક પણ વિરોધી ન પહોંચે તે માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.

પહેલા એરપોર્ટ પર નજરકેદ કરવામાં આવ્યા હતા

આજની ઘટના જાણીએ તો તેમાં રાજ શેખાવત જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા હતા. તેઓને એરપોર્ટ પર નજરકેદ કરવામાં આવ્યા હતા. બાદમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત દરમિયાન શેખાવતની પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. તેમજ પોલીસવાનમાં બેસાડવા જતા પોલીસકર્મીથી પાઘડી નીકળી જતા તેમનો પિત્તો ગયો હતો. રાજ શેખાવતે વધુમાં જણાવ્યું હતું કે, સમાજ માટે શહીદ થવું પડે તો તૈયાર છું. તમે પણ ધ્યાન રાખજો ભાજપ સરકાર. જો તમારા કારણે આ રાજ શેખાવતને શહીદ થવાનો વારો આવ્યો તો સત્તા જિંદગીભર તમે ભૂલી જજો. આ ક્ષત્રિય સમાજ તમને માફ નહીં કરે. એટલે મને કે મારા ક્ષત્રિય સમાજને રોકવાનો પ્રયાસ ન કરતા. કમલમ સુધી પહોંચવા દેજો અને અમારી રજૂઆત સાંભળીને ન્યાય આપજો.