પોરબંદર કોર્ટ બિલ્ડીંગમાં ઈતિહાસની પ્રથમ ચોરી, બે કોમ્પ્યુટર સેટની ચોરી કરનાર બે વકીલ ઝડપાયા

Sep 20, 2026 - 04:00
પોરબંદર કોર્ટ બિલ્ડીંગમાં ઈતિહાસની પ્રથમ ચોરી, બે કોમ્પ્યુટર સેટની ચોરી કરનાર બે વકીલ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પોરબંદરના ઈતિહાસમાં પ્રથમ વખત કોર્ટ બિલ્ડીંગમાં ચોરીનો સનસનીખેજ બનાવ સામે આવ્યો છે. પોરબંદર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં આવેલા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના મીડીયેશન સેન્ટરમાંથી રૂ. 1 લાખ 17 હજાર 800 ની કિંમતના બે કોમ્પ્યુટર સેટની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે. જોકે, પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આ ચોરીમાં સંડોવાયેલા બે વકીલોની ધરપકડ કરી સો ટકા મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ખાતે વર્ક ટુ ઓર્ડર બેન્ચ ક્લાર્ક ગ્રેડ-1 તરીકે ફરજ બજાવતા રચિતભાઈ દુષ્યંતભાઈ દેસાઈ (ઉ.વ. 55)એ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા. 16 ના રોજ આઉટ સોર્સ પટ્ટાવાળા વેજાભાઈ કોડીયાતરે એલ.એ.ડી.સી.એસ.ની ઓફ્સિમાંથી ઓલ-ઇન-વન કોમ્પ્યુટર તથા કી-બોર્ડ અને માઉસના બે સેટ મીડીયેશન સેન્ટરમાં મૂક્યા હતા. ત્યારબાદ તા. 17 ના રોજ સવારે વેજાભાઈને આ કોમ્પ્યુટર ન દેખાતા તેમણે રચિતભાઈને જાણ કરી હતી. કચેરીના તમામ વિભાગોમાં તપાસ કરવા છતાં કોમ્પ્યુટર ન મળતા, ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી અજાણ્યા શખ્સો સામે કમલાબાગ પોલીસમાં ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0