પાવાગઢથી પરત ફરતા પરિવારને ભીટોડી હાઈવે પર નડ્યો અકસ્માત, ત્રણ બાળકોના મોત, 9 લોકોને ઈજા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Dahod Accident News: યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરી મધ્યપ્રદેશ પરત ફરી રહેલા એક શ્રદ્ધાળુ પરિવારને દાહોદના ભીટોડી હાઈવે પર ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. માર્ગ પર ઉભેલા એક કન્ટેનરની પાછળ એક ફોર વ્હીલ કાર ધડાકાભેર અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ભયાનક ટક્કરમાં કારમાં સવાર 3 માસૂમ બાળકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જેને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
આ અકસ્માતમાં અન્ય 9 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને ખાનગી હોસ્પિટલ લઈ જવાયા છે. જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણ બાળકોના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

