Gandhinagar News : બિન અનામત વર્ગ નિગમ સાથે ઠગાઈના કેસમાં બે આરોપીઓ સામે CID ક્રાઈમે ગુનો નોંધ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજનામાં મોટા પાયે છેતરપિંડી આચરી સરકારી નાણાંની ઉચાપત કરવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓના તાલીમ વર્ગો માટે આપવામાં આવતી સહાય યોજનામાં ગરબડ કરવા બદલ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં અમદાવાદના બે ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અંદાજે 200 જેટલા વિદ્યાર્થીઓ પાસે ફોર્મ ભરાવ્યા
આરોપી જીગ્નેશ શાહ અને પૂજન ચૌહાણ નામના બે ઈસમોએ નિગમની યોજનાની માર્ગદર્શિકાનો ખુલ્લેઆમ ભંગ કરીને આ કૌભાંડ આચર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આરોપીઓએ સુઆયોજિત કાવતરૂં ઘડીને અમદાવાદ, ખેડા અને સુરત જિલ્લાના અંદાજે 200 જેટલા વિદ્યાર્થીઓ પાસે યોજના હેઠળ સહાય મેળવવા માટેના ઓનલાઈન ફોર્મ ભરાવડાવ્યા હતા. આ વિદ્યાર્થીઓએ વાસ્તવમાં કોઈ ક્લાસીસ કે તાલીમ લીધી ન હોવા છતાં, તેમના નામે બોગસ પહોંચો અને રસીદો રજૂ કરવામાં આવી હતી.
16.54 લાખની રકમ આરોપીઓએ પચાવી પાડી
આ કૌભાંડીઓએ વિદ્યાર્થીઓના નામે મંજૂર થયેલી રૂ. 16 લાખ 54 હજાર જેટલી મોટી રકમ પોતે પચાવી પાડીને સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું.સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતાં બિન-અનામત વર્ગ નિગમના અધિકારીઓની સૂચના બાદ ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા જિગ્નેશ શાહ અને પૂજન ચૌહાણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ ગેરરીતિમાં અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાની સંડોવણી છે કે કેમ તથા વિદ્યાર્થીઓની ભૂમિકા શું હતી તે તમામ દિશાઓમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ Ahmedabad News : ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની 3738 ખાલી જગ્યાઓ ભરવા મંજૂરી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

