પાટડી નાગરિક બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરીત વિકાસ પેનલના 12 ડિરેક્ટરોનો વિજય

- 2613 સભાસદોએ મતદાન કર્યું હતું - 14 ડિરેક્ટરોની ચૂંટણીમાં 2 મહિલા ડિરેક્ટરો બીનહરિફ થયાં હતાંસુરેન્દ્રનગર : પાટડી નાગરિક બેંકની ૧૪ ડિરેક્ટરો માટે ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં ૨ મહિલાઓ બીન હરીફ વિજેતા થયાં હતાં. જ્યારે બાકીના ૧૨ ડિરેક્ટરો માટે ૨૧ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. તાજેતરમાં ૧૨ ડિરેકટરો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ સભાસદોમાંથી ૨,૬૧૩ સભાસદોએ મતદાન કરતા અંદાજે ૬૦.૭૬ ટકા મતદાન નોંધાયું હતું. જેની મતગણતરી હાથ ધરતા ભાજપ પ્રેરીત વિકાસ પેનલનો વિજય થયો હતો અને પ્રજાલક્ષી યુવા પેનલને હારનો સામનો કરવો પડયો હતો.પાટડી નાગરિક સહકારી બેંક લીમીટેડના કુલ ૧૪ ડિરેકટરોની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય માહોલ ગરમાયો હતો અને શરૃઆતથી જ આ ચૂંટણીમાં રસાકસી જોવા મળી હતી. જેમાં ભાજપ પ્રેરીત વિકાસ પેનલ અને પ્રજાલક્ષી યુવા પેનલના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા બાદ ભાજપ પ્રેરીત વિકાસ પેનલના બે મહિલા ઉમેદવારો આરતીબેન ઠક્કર અને નેહલબેન હાલાણી બિનહરીફ વિજેતા થયાં હતાં. જ્યારે બાકીના ૧૨ ડિરેકટરો માટે ૨૧ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જેમના માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાતા કુલ ૪,૩૧૯ સભાસદોમાંથી ૨,૬૧૩ સભાસદોએ મતદાન કરતા ૬૦.૭૬ ટકા મતદાન નોંધાયું હતું. જેની મતગણતરી હાથ ધરવામાં આવતા ભાજપ પ્રેરીત વિકાસ પેનલનો વિજય થયો હતો. જ્યારે પ્રજાલક્ષી યુવા પેનલની હાર થઈ હતી. જેમાં વિજેતા ઉમેદવારમાં કિશોરકુમાર રતિલાલ ઠક્કરને-૧,૯૪૧ મતો, જશવંતભાઈ નાનુભાઈ પટેલ (દશરથભાઈ મંત્રી)-૧,૬૯૫ મતો, પ્રવિણભાઈ મનસુખભાઈ ઠક્કર-૧,૯૫૧ મતો, ભુપેન્દ્રકુમાર ભીખાલાલ ઠક્કર-૨,૦૧૨ મતો, મોહનલાલ ધરમશીભાઈ ઠક્કર-૨,૦૬૯ મતો, મૌલેશકુમાર દશરથભાઈ પરીખ-૧,૬૫૬ મતો, યોગેન્દ્રભાઈ કરણીસિંહ દેસાઈ (રાજુભાઈ)-૧,૮૮૩ મતો, રશ્મીકાંત રવિશંકર રાવલ-૧,૯૦૮ મતો, રણછોડભાઈ માધવલાલ પટેલ-૧,૬૯૨ મતો,  સંજયકુમાર નવનિતલાલ પટેલ-૧,૬૯૫ મતો, સતિષકુમાર હિરાભાઈ એડા-૧,૬૬૫ મતો  અને હસમુખલાલ અરજણભાઈ સોલંકી-૧,૫૭૧ મતોથી વિજેતા જાહેર થયા હતા.

પાટડી નાગરિક બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરીત વિકાસ પેનલના 12 ડિરેક્ટરોનો વિજય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- 2613 સભાસદોએ મતદાન કર્યું હતું 

- 14 ડિરેક્ટરોની ચૂંટણીમાં 2 મહિલા ડિરેક્ટરો બીનહરિફ થયાં હતાં

સુરેન્દ્રનગર : પાટડી નાગરિક બેંકની ૧૪ ડિરેક્ટરો માટે ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં ૨ મહિલાઓ બીન હરીફ વિજેતા થયાં હતાં. જ્યારે બાકીના ૧૨ ડિરેક્ટરો માટે ૨૧ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. તાજેતરમાં ૧૨ ડિરેકટરો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ સભાસદોમાંથી ૨,૬૧૩ સભાસદોએ મતદાન કરતા અંદાજે ૬૦.૭૬ ટકા મતદાન નોંધાયું હતું. જેની મતગણતરી હાથ ધરતા ભાજપ પ્રેરીત વિકાસ પેનલનો વિજય થયો હતો અને પ્રજાલક્ષી યુવા પેનલને હારનો સામનો કરવો પડયો હતો.

પાટડી નાગરિક સહકારી બેંક લીમીટેડના કુલ ૧૪ ડિરેકટરોની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય માહોલ ગરમાયો હતો અને શરૃઆતથી જ આ ચૂંટણીમાં રસાકસી જોવા મળી હતી. જેમાં ભાજપ પ્રેરીત વિકાસ પેનલ અને પ્રજાલક્ષી યુવા પેનલના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. 

જેમાં ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા બાદ ભાજપ પ્રેરીત વિકાસ પેનલના બે મહિલા ઉમેદવારો આરતીબેન ઠક્કર અને નેહલબેન હાલાણી બિનહરીફ વિજેતા થયાં હતાં. જ્યારે બાકીના ૧૨ ડિરેકટરો માટે ૨૧ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા.

 જેમના માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાતા કુલ ૪,૩૧૯ સભાસદોમાંથી ૨,૬૧૩ સભાસદોએ મતદાન કરતા ૬૦.૭૬ ટકા મતદાન નોંધાયું હતું. જેની મતગણતરી હાથ ધરવામાં આવતા ભાજપ પ્રેરીત વિકાસ પેનલનો વિજય થયો હતો. જ્યારે પ્રજાલક્ષી યુવા પેનલની હાર થઈ હતી. 

જેમાં વિજેતા ઉમેદવારમાં કિશોરકુમાર રતિલાલ ઠક્કરને-૧,૯૪૧ મતો, જશવંતભાઈ નાનુભાઈ પટેલ (દશરથભાઈ મંત્રી)-૧,૬૯૫ મતો, પ્રવિણભાઈ મનસુખભાઈ ઠક્કર-૧,૯૫૧ મતો, ભુપેન્દ્રકુમાર ભીખાલાલ ઠક્કર-૨,૦૧૨ મતો, મોહનલાલ ધરમશીભાઈ ઠક્કર-૨,૦૬૯ મતો, મૌલેશકુમાર દશરથભાઈ પરીખ-૧,૬૫૬ મતો, યોગેન્દ્રભાઈ કરણીસિંહ દેસાઈ (રાજુભાઈ)-૧,૮૮૩ મતો, રશ્મીકાંત રવિશંકર રાવલ-૧,૯૦૮ મતો, રણછોડભાઈ માધવલાલ પટેલ-૧,૬૯૨ મતો,  સંજયકુમાર નવનિતલાલ પટેલ-૧,૬૯૫ મતો, સતિષકુમાર હિરાભાઈ એડા-૧,૬૬૫ મતો  અને હસમુખલાલ અરજણભાઈ સોલંકી-૧,૫૭૧ મતોથી વિજેતા જાહેર થયા હતા.