નવસારીના ઉદ્યોગપતિ પાસેથી 80 લાખની લોનના બહાને ઠગબાજોએ 4 લાખ પડાવ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવસારીના તંબોલી સ્ટ્રીટમાં રહેતા અને કબીલપોર જીઆઇડીસીમાં હબીબ એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરી ધરાવતા બિઝનેસમેનને ઠગ ટોળકીએ ફાઇનાન્સ કંપનીમાંથી રૂ. 80 લાખની લોન આપવાની લાલચ આપી જુદા જુદા ચાર્જિસ પેટે રૂ. 4 લાખથી વધુ પડાવી લઈ છેતરપિંડી કર્યાની ફરિયાદ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ હબીબ હાસીમભાઈ ગોધરાવાલા (ઉં.વ. 58, રહે. ફ્લેટ નં 503, પંચમુખી એપાર્ટમેન્ટ, તંબોલી સ્ટ્રીટ, પીંજારા મહોલ્લો, નવસારી) તેમના ભાગીદારો સાથે નવસારી, કબીલપોર જીઆઇડીસીમાં હબીબ એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરી ધરાવે છે. તેઓ ગત તા. 11-08-2026ના રોજ તેઓ થાઈલેન્ડ પ્રવાસ ગયા હતા, તે દરમિયાન તેમના મોબાઈલ ઉપર એક અજાણ્યા નંબર (+91 77079 94677) પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર યુવતીએ પોતાની ઓળખ હિન્દી ભાષામાં આપી જણાવ્યું કે, સર, મેં રીતિકા બાત કર રહી હૂં કેપિટલ વન ફાઇનાન્સ સે, સર આપકા અપડેટ આયા થા પૌસા બજાર સે કી આપને બ્રિઝનેસ લોન કે લીયે એપલાઈ કીયા હૈ... આમ કહીને વિશ્વાસ કેળવવામાં આવ્યો હતો.
જોકે આ સમયે હબીબભાઈ પોતે વિદેશમાં છે અને 18 ઓગસ્ટ પછી ફોન કરવાનું કહ્યું હતું. જોકે ત્યારબાદ ઠગ ટોળકીના પોતાની ઓળખ રીતિકા તેમજ પોતે કેપિટલ વન ફાઇનાન્સ કંપનીના અધિકારી છે તેવી ઓળખ આપનાર બલજિન્દર સિંહે મોબાઈલ ફોન ઉપર હબીબભાઈ ગોધરાવાલા પાસે તેમના અને ફેક્ટરીના અન્ય ભાગીદારોના આધાર-પાનકાર્ડ, ઇન્કમટેક્સ રિટર્ન, ફોટોગ્રાફ, જેવા દસ્તાવેજો વોટ્સએપ ઉપર મંગાવી તમારી રૂ. 80 લાખની લોન મંજૂર થઈ ગઈ છે તેમ કહી લોન રજિસ્ટ્રેશન ફી, ઇન્સ્યોરન્સ ફી, ઈ-મેન્ડેટ ફી અને પેનલ્ટીના જુદા જુદા ચાર્જિસ પેટે બેંકમાં ઓનલાઇન રૂ. 4,00,490 ટ્રાન્સફર કરાવ્યા હતાં.
જોકે, ત્યારબાદ વારંવાર નાણાં પડાવ્યા પછી પણ લોનની રકમ ખાતામાં જમા ન થતાં અને વધુ રૂપિયાની માંગણી ચાલુ રહેતા હબીબભાઈને છેતરપિંડી થયાનો અહેસાસ થતાં સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફોન કરી પોતાની હકીકત નોંધાવી હતી. આ અંગે નવસારી ટાઉન પોલીસે હબીબભાઈ ગોધરાવાલાની ફરિયાદના આધારે ઠગ ટોળકીના રીતિકા અને બલજિન્દર સિંહ વિરુદ્ધ સાયબર ફ્રોડનો ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ. વી.આર ભરવાડ કરી રહ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

